૩ માસ પહેલા ચોરેલા બાઈક સાથે આરોપીને ઝડપી લેતી એલસીબી

614

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહુવા  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.કો તરુપણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયાની સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે મહુવામાં ડોકટર પડીયાના દવાખાના પાસેથી ચોરાયેલ મોટર સાયકલ લઇને એક ઇસમ  ડોકટર છાપરીયા ના દખાઆન પાસે ઉભો છે. અને મોટર સાયકલ ચોરી કરી લાવેલ છે. તેવી હકિકત આઘારે પંચો સાથે  બાતમી વાળી જગ્યા ઉપર આવતા એક ઇસમ નંબર પ્લેટ વગરનું મો.સા સાથે મળી આવતા નામ સરનામું પુછતા એહમદ ઉર્ફે ગાઠીયો કાળુભાઇ સોલેડા ઉવ.૩૦ રહે. હબીબ વાલજી સોસાયટી તવકકલ વાળાના મકાનમાં મહુવાવાળો હોવાનું જણાવેલ  તેની  પાસેના હિરો કંપની નું કાળા કલરનું સીલ્વર પટ્ટા વાળું નંબર પ્લેટ વગરનું  મળી આવતા કાગળો માંગતા નહી હોવાનું જણાવતા અને આઘાર પુરાવા રજુ કરવા જણાવતા ફર્યુ ફર્યુ બોલતા અને આઘાર પુરાવો રજુ નહી કરતા સદરહું મો.સા. શકપડતી મિલ્કત ગણી સીઆરપીસી -૧૦૨ મુજબ કિ.રૂ. ૨૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને ઘોરણસર અટકાયત કરી મજકુરની પુછપરછ કરતા સદરહું મો.સા. તેણે આજથી ત્રણ માસ પહેલા ડોકટર પડાયા ના દવાખાના પાસેથી ચોરી કરેલાની કબુલાત કરતા તેના વિરૂધ્ધમાં કાગળો તૈયાર કરી મહુવા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Previous articleહવે શહેરનો પાર્કીંગ પ્રશ્નો હલ થશે – વિભાવરીબેન
Next articleસ્વચ્છતા અભિયાન તળે ચિત્ર સ્પર્ધા