કૃતિની બહેન નુપુર ફિલ્મમાં એન્ટ્રી કરવા માટે તૈયાર થઇ

592

બોલિવુડના સુપરસ્ટાર  અભિનેતાઓ પૈકી એક અક્ષય કુમારની સાથે એન્ટ્રી કરવા માટે હવે ખુબસુરત કૃતિ સનુનની બહેન નુપુર સનુન પણ સંપૂર્ણપણે તૈયાર થઇ રહી છે. જો કે તે પહેલા તે મ્યુઝિક વિડિયોમાં નજરે પડનાર છે. તે મ્યુઝિક વિડિયોમાં સૌથી પહેલા અક્ષય કુમારની સાથે નજરે પડનાર છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અક્ષય કુમારની સાથે વિદ્યા બાલન, તાપસુ અને સોનાક્ષી નજરે પડી રહી છે. ફિલ્મમાં કિર્તી કુલ્હારી પણ દેખાઇ રહી છે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે હાલમાં અક્ષય કુમાર દિલ્હી પહોંચ્યો ત્યારે એક વિડિયો શુટ પણ કરી ગયો હતો. એમ માનવામાં આવે છે કે આ મ્યુઝિક વિડિયોમાં અક્ષય કુમારની સાથે કૃતિ સનુનની બહેન નુપુર નજરે પડનાર છે. નુપુર ફિલ્મને લઇને આશાવાદી છે. જો કે સૌથી પહેલા તેની નજર અક્ષય સાથેના મ્યુઝિક વિડિયોને મળનાર રિસ્પોન્સ પર કેન્દ્રિત છે. ટુંકમાં રજૂ કરવામાં આવનાર આ ગીતમાં કૃતિ સનુનની બહેન નુપુર સનુન નજરે પડનાર છે. તે ટુંક સમયમાં જ બોલિવુડમાં પણ ડેબ્યુ કરનાર છે. તમામ લોકો જાણે છે કે કૃતિ સનુન પણ હાલમાં અક્ષય કુમારની સાથે એક ફિલ્મમાં કામ કરી રહી છે. હાઉસફુલ-૪ ફિલ્મમાં કૃતિ સનુન અક્ષય કુમારની સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ દિવાળી પર રજૂ કરવામાં આવનાર છે. હવે જોવા  જેવી બાબત એછે કે અક્ષય કુમારની સાથે નુપુર કેવી કેમિસ્ટ્રી જગાવે છે.

અક્ષય કુમાર બોલિવુડમાં સુપરસ્ટાર પૈકી એક છે. તેની મંગલ મિશન પર બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. કૃતિ બોલિવુડમાં સફળ થઇ ચુકી છે. હવે નુપુર બોલિવુડમાં સફળ થાય છે કે કેમ તે બાબત પર તમામની નજર કેન્દ્રિત રહેશે. એન્ટ્રી કરવાને લઇને નુપુર અથવા તો તેની બહેન કૃતિ સનુન દ્વારા હાલમાં કોઇ વાત કરવામાં આવી નથી.

Previous articleમંત્રી વિભાવરીબેન દ્વારા જવાહર મેદાનમાં ત્રિ-દિવસીય જન્માષ્ટમી મેળાનું આયોજન
Next articleસેક્સી મંદાના કરીમી બોલ્ડ ફોટાઓ મુકીને ફરી ચર્ચામાં