શહેરની ૫૯ ગ્રાન્ટેડ સ્કૂલોએ ૫ વર્ષથી હિસાબ જ નથી આપ્યો, એક શાળાએ ૩૨ વર્ષથી ઓડિટ જ નથી કર્યું

435

શહેરની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા વર્ષોથી ઓડિટ ન કરાવવામાં આવ્યું હોવાનું શિક્ષણ તંત્રના ધ્યાને આવતાં તેઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે. શહેરની ૫૯ શાળાઓએ ઓડિટ ન કરાવ્યું હોવાને લઇ તમામ શાળાને પત્ર લખી ૭ દિવસમાં ઓડિટ કરાવવા આદેશ કર્યો છે.

શાળાઓને રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. શાળાઓને દર વર્ષે ઓડિટ કરાવી તેનો હિસાબ આપવો પડે છે. જો કે અમદાવાદ જિલ્લામાં આવેલી કેટલીક સ્કૂલોને જાણ કરવા છતાં પાંચ વર્ષથી ઓડિટ ન કરાવ્યું હોવાનું શિક્ષણ કમિશનરના ધ્યાને આવ્યું હતું. જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી ૫૯ શાળાઓનું ઓડિટ કરાવવા જણાવ્યું છે. જેમાંની એક શાળા એવી પણ ધ્યાને આવી છે જેણે ૩૨ વર્ષથી ઓડિટ હિસાબ જ જમા કરાવ્યો નથી. શહેરની મોટાભાગની શાળાઓએ ચાર-પાંચ વર્ષથી ઓડિટના હિસાબ જમા જ કરાવ્યા નથી. જિલ્લા શિક્ષણાધિકારીએ આવી ૫૯ શાળાઓ જેને વર્ષોથી ઓડિટ હિસાબ રજુ કર્યો નથી. તેમને પત્ર લખી ૭ દિવસનો સમય આપ્યો છે. જો તેમ છતા આ શાળાઓ હિસાબ આપવામાં લાલિયાવાડી કરશે તો શિક્ષકોના પગાર અને ગ્રાન્ટ કાપવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.

Previous articleપાનની પિચકારી મારતા લોકો સાવધાન..!! શાન ઠેકાણે લાવવા હવે ઘરે મેમો આવશે
Next articleનાના ચિલોડાના ઢાંકણીપુરામાં ખુલ્લા પ્લોટમાં રમતા બે બાળકોનું વીજપોલના કરંટથી મોત