ગાંધીનગરમાં ૫૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ

388

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ મૂકવામાં આવ્યો છે. ૫૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગાંધીનગર મહાનગર પાલિકાની મળેલી સામાન્ય સભામાં ૫૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારને પ્રથમ તબક્કામાં ૫૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. બીજી વખતે ૧૦૦૦ રૂપિયા અને ત્રીજી વખત પકડાતા ૨૫૦૦ રૂપિયાનો દંડ કરાશે. આ ઉપરાંત સામાન્ય સભામાં રંગમંચના ભાડાઓમા વધારો કરવામાંની દરખાસ્ત મુકવામાં આવી હતી અને કોર્પોરેશનના સભ્યોના પગાર ભથ્થા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. મેયર રીટાબેન પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્યસભાની બેઠક બપોરે મળી હતી, જેમાં આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

Previous articleનાના ચિલોડાના ઢાંકણીપુરામાં ખુલ્લા પ્લોટમાં રમતા બે બાળકોનું વીજપોલના કરંટથી મોત
Next articleનિકોલમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, ૭ દટાયા