અમદાવાદના બોપલમાં ધરાશાયી થયેલી પાણીની ટાંકીમાં ૩ લોકોના મોત થયાને હજી ગણતરીના દિવસો થયા છે. ત્યારે અમદાવાદના નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવામાં ૭ લોકો દટાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
એસ.પી. રીંગ રોડ પાસે આલેવા નિકોલમાં ભોજલધામ પાસે પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો હતો. મળતી માહિતી મુજબ આ ટાંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવામાં આવી રહી હતી. ઘટનાની જાણ થતા ૭ જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ટાંકી ઘરાશાઈ થતા કાટમાળમાં દટાયેલા ૬ લોકોને બચાવ કરવામાં આવ્યા હતા. બે લોકો હજી કાટમાળમા દટાયા હતા. ફાયર બ્રિગેટના ૩૦ જેટલા જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે.