રાજ્યમાં આ વર્ષે ધો.૫ અને ૮ના ૩૦ ટકા વિદ્યાર્થીઓને ડિટેઈન કરાશે

517

ગુજરાતમાં આ વર્ષે લગભગ ૨.૫થી ૨.૭ લાખ બાળકો આ વર્ષે આગાળના ક્લાસમાં નહીં જઈ શકે. માનવામાં આવી રહ્યું છે કે, ગત મહિને આરટીઈ કાયદામાં કરેલા સુધારાને લાગુ કરવાના નિર્ણયને કારણે આવું બનશે. સંસદમાં આ વર્ષે જાન્યુઆરીમાં આરટીઈ કાયદામાં સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું હતું.

આ બિલમાં નો ડિટેન્શન પોલિસી સંબંધિત સુધારો કરવામાં આવ્યો. આમાં રાજ્યોને એવો અધિકાર આપવામાં આવ્યો હતો કે, અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને એજ ક્લાસમાં રાખવા છે કે, પછી તેમને આગળના ક્લાસમાં મોકલવા છે, આ મામલે રાજ્યો તેમના સ્તર પર નિર્ણય લઈ શકે છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગત મહિને તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે, સરકાર ચાલુ એકેડમિક સત્રથી જ ૫થી ૮ ધોરણમાં પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એ જ ધોરણમાં રાખશે.

જાન્યુઆરીમાં સુધારા બિલ પાસ થયાં બાદ ચૂડાસમાએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર લાંબા સમયથી આ માગ કરી રહી હતી. આ માર્ચ-એપ્રીલ ૨૦૨૦ની વાર્ષિક પરીક્ષાથી લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું બાળકોને નાપાસ નહીં કરવાની નીતિને કારણે રાજ્યમાં બાળકોના અભ્યાસનું સ્તર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આની સીધી અસર રાજ્યની બાર્ડ પરીક્ષાના પરિણામો પર પણ પડી રહી છે.

Previous articleસસ્પેન્ડેડ આઈએએસ દહિયા હાઇકોર્ટ પહોંચ્યા, પોલીસની હેરાનગતિનો આક્ષેપ
Next articleનગરોના સર્વાંગી વિકાસ માટે સરકાર આજે રૂ.૨૦૦૦ કરોડના ચેક વિતરણ કરશે