કોળિયાકની આદર્શ શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

605

શાળા કોળિયાકમાં સ્વાતત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ કાબરીયા સુહાન, ગોહિલ પ્રતીજ્ઞા અને શિક્ષક કાનુબેન જેઠવાએ વીર શહિદ્યોને યાદ કરી અંજલી આપી હતી. તેમજ આઝાદીના મીઠા ફળ મેળવવા માટે કેટલો સંઘર્ષ કર્યો તેની પ્રસંગો સાથે માહિતી આપી હતી.

ધ્વજવંદન ગોવિંદભાઈ ડાભી, માજી સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું. સરપંચ જગદિશભાઈ સોલંકી તથા રફીકભાઈ સરવૈયા અંસારઅલી કાનાણી, દિનેશભાઈ જેઠવા એકતા યુવક મંડળ પ્રમુખ તથા કાળુભાઈ સોલંકી વગેરે ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.  કાર્યક્રમનું સંચાલન શિલ્પાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Previous articleગુજરાતમાં વરસાદી માહોલ હાલ અકબંધ રહે તેવી પ્રબળ સંભાવના
Next articleપ્રજાપતિ સમાજના ઈનામ વિતરણ સમારોહ