સિહોરમાંથી મસમોટો ઈગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો

956
bvn2622018-1.jpg

સિહોરની એકતા સોસાયટીના ગોડાઉનમાં એસઓજી ટીમ અને સિહોર પોલીસે સંયુક્ત રેડ કરી ઈગ્લીંશ દારૂની અંદાજે ૧૫૦૦ પેટી પકડી પાડી હતી જેની કિંમત આશરે પોણા કરોડ રૂપીયા થાય છે. પોલીસે આ મુદ્દામાલ સાથે એક મારવાડી શખ્સની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યુ હતું. જ્યારે મુખ્ય સુત્રધાર નાસી છુટ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ ઉપર જ છે ઠેર ઠેર વિદેશી અને દેશી દારુઓના હાટડાઓ શરૂ છે. કોની રહેમનજરે આ ધીકતો ધંધો શરૂ છે એ તો જોવું રહ્યું પણ આજ રોજ સિહોર કે જે છોટે કાશી તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે તેવી પવિત્ર ભૂમિ પર ભાવનગર ર્જીંય્ ટિમ, સિહોર પોલીસ અને  મદદમાં આવેલા પી.એસ.આઈ રિઝવીએ સિહોરની એકતા સોસાયટીના નામચીન બુટલેગર ગોડાઉન માંથી અંદાજીત પોણા કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી પોલીસે વહેતી વાતોને ખરી સાબિત કરી દીધી છે. આજ રોજ બપોરના સમયે બાતમીના આધારે ભાવનગર ર્જીંય્  પી.એસ.આઈ પરમાર,  સિહોર મહિલા પોલીસ પી.એસ.આઇ પરમાર અને ઇન્ચાર્જ પી.એસ.આઈ રિઝવી અને પોલીસ સ્ટાફ દ્વારા અચાનક જ એકતા સોસાયટી માં આવેલા નામચીન બુટલેર  ના ગોડાઉનમાં રેડ પાડતા અંદાજે ૧૫૦૦ પેટી જેટલો વિદેશી દારૂ ગોડાઉનમાં મળી આવેલ.
 પકડાયેલ દારૂને વાહન મારફતે પોલીસ સ્ટેશન પહોચાડવા માટે પણ પોલીસ દ્વારા મજૂરો ગોતવા પડ્યા હતા આટલી મોટી સંખ્યામાં ઝડપાયેલો દારૂ ભરવા માટે ચાર જેટલા આઇસરો લાવા પડ્યા હતા. પોણા કરોડ જેટલી રકમનમો દારૂ પકડાતા લોકોના ટોળા પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. આ સાથે પોલીસ દ્વારા એક શખ્સ ની મુદ્દામાલ સાથે અટકાયત પણ કરી હતી અને મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો અને આ દારૂ ક્યાંથી આવ્યો આ બુટલેગર પાછળ કોનો મોટો હાથ છે તેની તપાસનો ધમધમાટ પોલીસએ શરૂ કરી દીધો છે.

દારૂ ઝડપાયાની વાત સમગ્ર શહેરમાં ચર્ચા..
પોલિસના મોટા ઓપરેશનને લઈને બપોરથી જ વાત વાયુ વેગે સમગ્ર શહેરમાં પ્રસરતા ઠેર ઠેર આજ મુદ્દાને લઈ ચર્ચાઓ જાગી હતી અને સાંજ ના સમયે જ્યારે દારૂનો જથ્થો સિહોર પોલીસ મથકે લવાયો ત્યારે લોકોના ટોળા જોવામાટે ઉમટી પડ્યા હતા. ઝડપાયેલ આજ બપોરે એકતા સોસાયટી વિસ્તારમાંથી નામચીન બુટલેગરના મકાનમાં પોલીસ ત્રાટકી હતી અને જેનો મુખ્ય આરોપી છેલ્લા ઘણા વર્ષોથી દારૂનો વેપલો કરે છે એ પોલીસને હાથ લાગ્યો ન હતો પરંતુ આ મસમોટો દારૂનો જથ્થો ને એક વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસની રેડ દરમ્યાન પકડાયેલ દારૂનો જથ્થો એટલી મોટી સંખ્યામાં હતો જેને લઈને પોલીસ તંત્ર દ્વારા આ જથ્થાને પોલીસ મથકે પહોંચાડવા માટે વાહનો ને મજૂરો ગોતવા નીકળી હતી. સિહોરમાં છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી દારૂનો વેપાર અને સમગ્ર જિલ્લાનું કટીંગ મોટાપાયે ચાલતું આવ્યું છે ત્યારે આજે પોલીસ દ્વારા આ મોટી રેડથી બુટલેગરો માં  પોલીસનો ખોફ બેસી જશે તેવું લોકોને લાગી રહ્યું છે.

Previous articleશહેરના પરિમલ ચોક પાસે આખલાએ અડફેટે લેતા યુવાનનું સ્થળ પર મોત
Next articleઅદમ્ય ઉત્સાહ સાથે ભાવેણાવાસીઓએ દોડ લગાવી