વિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે તાજેતરમાં શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે દંત ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડો. એકતાબેન અને ડો. ડીમ્પલબેનના માર્ગદર્શનમાં બાળકોને દાંત તપાસી આપવામાં આવેલ તેમજ ખાસ કરીને પ્રાથમિક શાળાના ધોરણ-૧ થી ૭ના બાળકોને દાંત અંગે શું કાળજી લેવી, પેઢા મજબુત થાય તે માટે કેવા પ્રકારનો ખોરાક લેવો તેમજ સવારે અને રાત્રે બ્રશ કરવું. કોઈપણ ખોરાક લીધા પછી પાણીના કોગળા કરવા જેવી પ્રાથમિક માહિતી આપવામાં આવેલ. જયારે મોટા વિદ્યાર્થીઓને ધાતુ કે કોઈ ધારદાર વસ્તુથી દાંત ન ખોતરવા સુચન કરવામાં આવેલ કેમ્પ દરમિયાન ચેરમેન ભાવનાબેન સુતરીયાએ મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી.