ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ અને દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવનના સયુંકત ઉપક્રમે પ્રતિ વર્ષની પરંપરા મુજબ સ્વાતંત્ર્યદિનની ઉજવણી બાલપમરાટ ખાતે કરવામાં આવે ભાવનગર શહેર ઉપરાંત મોરચંદ અને રાણાઘાટના સ્કાઉટ-ગાઈડ કલબુલબુલ અને રોવર રેન્જર દ્વારા દેશભક્તિ ગીતો પર અભિયન અને નૃત્ય નાટીકા પ્રસ્તુત કરવામાં આવેલ કોઈ પ્રકારની સ્પર્ધાત્મક વલણને બાદ કરતા રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરાવતા આશયથી આ કાર્ય્ક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમ્યાન મહેશભાઈ પાંડે, અઈ.આઈ. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, યોગેશભાઈ ભટ્ટ શાસનાધિકારી ન.પ્રા. શિ. સમિતિ, ડો. ધીરેન્દ્ર મુની મેનેજીંગ ટ્રસ્ટી દક્ષિણામુર્તિ, અચ્યુતભાઈ મહેતા ટ્રસ્ટી વૃધ્ધાશ્રમ એન.એફ.ત્રિવેદી, પન્નાબેન ભટ્ટ વિગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. અને ભાગલેનાર સંસ્થાને સ્મૃતિભેટ અર્પણ કર્યા હતાં. જયારે ભાગલેનાર તમામ બાળકોને દક્ષિણામુર્તિ સંસ્થા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવેલ કાર્યક્રમના અંતમાં આભારવિધિ જિ. મંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ.