રાણપુરમા તાલુકા કક્ષાનો વન મહોત્સવ  ઉજવાયો

737

બોટાદ જીલ્લાના રાણપુરમાં  ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલ ખાતે સામાજીક વનીકરણ બોટાદ હેઠળ ૭૦ મો તાલુકા કક્ષા નો વન મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાણપુર તાલુકાના સરકારી અધિકારી અને ફોરેસ્ટ વિભાગ ના અધિકારી સહીત અનેક આગેવાનો ની હાજરીમાં ૭૦ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો. મામલતદાર તમન્ના ઝાલોડીયા એ તેમના પ્રવચનમાં જણાવ્યુ હતુ કે અત્યારની પેઢી અને આવનારી પેઢી જો મોટા પ્રમાણમાં વૃક્ષો વાવે અને તેનુ જતન કરે તો આવનારા દિવસો માં ઉનાળામાં ગરમી માં રાહત થાય અને ચોમાસા દરમ્યાન વરસાદ પણ સારો પડી શકે છે પણ તેના માટે વૃક્ષો વાવી ને તેનુ જતન કરવુ જરૂરી છે.જયારે હાજર તમામ લોકો એ ઉભા થઈ ને પ્રતિજ્ઞા લીધી હતી કે એક વૃક્ષ અમે પણ જરૂર વાવી શુ.આ પ્રસંગે સી.એસ.ગદાણી હાઈસ્કુલના કેમ્પસ માં મહાનુભાવો ના હસ્તે વિવિધ પ્રકારના વૃક્ષો નું રોપાણ કરવામાં આવ્યુ હતુ.જ્યારે ગઢડાના આર.એફ.ઓ. એ વન વગડાના અને ઝાડ પાન ને લગતા ગીતો અને દુહા ગાઈ ને હાજર સૌ કોઈ લોકો ને જુના ગીતોની યાદો અપાવી હતી.આ કાર્યક્રમમાં રાણપુરના મામલતદાર તમન્ના ઝાલોડીયા,નાયબ મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટ,રાણપુર તાલુકા આર.એફ.ઓ.એમ એમ ભરવાડ, વનપાલ એ.સી.ડોડીયા, બોટાદ વનપાલ આર.એલ.શીલુ, બોટાદ જીલ્લા પંચાયતના સદસ્ય કનકબેન સાપરા,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી,તાલુકા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ મીઠાપરા, એપી. એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે,પુર્વ સરપંચ જીવાભાઈ રબારી,જીલ્લા પંચાયતના સદસ્ય મનિશભાઈ ખટાણા,ડો.ધરાબેન ત્રિવેદી, ડો.જગદીશભાઈ પંડ્યા,તાલુકા પંચાયતના કારોબારી સમાતિના ચેરમેન નરેન્દ્રભાઈ પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય મનહરભાઈ પંચાળા, સી.એસ. ગદાણી સ્કુલના સંચાલક સંજયભાઈ ગદાણી, રાજીવભાઈ ગદાણી, રવિભાઈ અમદાવાદીયા, મનસુખભાઈ મેર તથા બોટાદ જીલ્લાના વન વિભાગના અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં લોકો હાજર રહી ને આ ૭૦ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ સફળ બનાવ્યો હતો.

Previous articleવળાવડ કન્યા વિદ્યાલયનો ૧૯મો વાર્ષિકોત્સવ, વાલી સંમેલન યોજાયું
Next articleસુરતમાં પદયાત્રીઓને ફરાળ વિતરણ