તા.ઃ૧૮ને રવિવારના રોજ કન્યા વિદ્યાલય વળાવડનો ૧૯મો વાર્ષિક- ઉત્સવ તથા વાલીસંમેલનનો કાર્યક્રમ યોજાયો જેમાં વડવાળા ધામ દૂધરેજના મહંત પ. પુ. કણીરામ બાપુના આર્શિવચન સાથે અને ડો. અરુણભાઈ દવેની અધ્યક્ષતામાં યોજાયેલ. આ પ્રસંગે સંસ્થાના દાતા ચેતનભાઈ રશિકભાઈ દોશી તથા પારૂલબેન દોશી ( જેમ્સ વોકર ઇનમાર્કો લી. મુંબઈ) મુખ્ય મહેમાન તરીકે પધારેલ તેમજ જેમ્સ વોકર ઇનમાર્કો હોસ્ટેલ વિંગનું મુહરત કરેલ પૂજ્ય કણીરામ બાપુએ સાંસદ ભારતીબેન શિયાળની ગ્રાન્ટમાંથી બનાવેલ રસોડાનું ઉદઘાટન કરેલ આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે રીયજભાઈ મેઘાણી તથા મુન્નાફભાઈ મેઘાણી હાજરી આપેલ આ પ્રસંગે કન્યા વિદ્યાલયની વળાવડની વિદ્યાર્થીનીઓએ રમત-ગમત નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ સંસ્થાના પ્રમુખ શ્રી મેહુરભાઇ બી. લવતુકાએ પ્રાસંગિક ઉદ્-બોધન આપેલ, અશોકભાઈ ઉલ્વાએ દીકરીઓ માટે સંસ્કાર સાથે શિક્ષણની સમજ આપી અને શાળાના આચાર્ય અમીનભાઈ ચૌહાણે આવકાર પ્રવચન આપેલ આ ઉપરાંત અમિતભાઈ લવતુકા એ આભાર વિધિ કરેલ. આ પ્રસંગે વાલીગણ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ,