ભાવનગરના આંગણે બીજા વર્ષે પણ યોજાયેલ હાફ મેરેથોન સ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પરદેશથી પણ ખેલાડીઓ જુસ્સાભેર જોડાયા હતાં. તંત્ર દ્વારા ઝડબે સલાક વ્યવસ્થાઓ ગોઠવી હતી.
ભાવનગર શહેરમાં આ વર્ષે પણ હાફ મેરેથોન સ્પર્ધાનું આ યોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૯૧૯૧ સ્પર્ધકોએ રજી સ્ટ્રેશન કરાવી વહેલી સવારે જવાહર મેદાન ખાતેથી દોડ લગાવી હતી. અલગ-અલગ કેટેગરી (કિલોમીટર)ની સ્પર્ધામાં મોટભાગે પરદેશ તથા પર પ્રાંતમાંથી આવેલા ખેલાડીઓ વિજેતા જાહેર થયા હતાં. આ મેરેથોનમાં ભાગ લેવા આવેલ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખેલાડીઓની સાથે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતાં. મેરેથોનના રૂટ પર આકર્ષક રોશનીથી સ્થળની આભા અનોખી બની હતી.
સવારે પ કલાકે જવાહર મેદાન ખાતે બનાવવામાં આવેલ વીશાળ સ્ટેજ પરથી ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મેયર નિમુબેન બાંભણીય, ડી.આઈ.જી. અમીત વિશ્વકર્મા જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, મ્યુ. કમિશ્નર મનોજ કોઠારી, એસ.પી. પ્રવિણસિંહ માલ, ડીવાયએસપી મનિષ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક સહિતના અધિકારીઓ નેતાગણ ઉદ્યોગપતિઓ સ્વયં સેવી સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં અને ગણમાન્ય હસ્તીઓએ મંચ પરથી દોડવીરોને સંબોધ્યા હતાં. પ્રથમ ઔપચારીકતા બાદ લીલીઝંડી દ્વારા ખેલાડીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. ર૧ કિલોમીટરની હાફ મેરેથોનમાં પ્રથમ ક્રમે પાલિતાણાનો કરણસિંહ નામનો યુવાન આવ્યો હતો. આ જુવાને ર૧ કી.મી.નું અંતર ૧ કલાક અને ૮ મીનીટમાં પુર્ણ કર્યુ હતું. તથા અન્ય ક્રમે કેન્યા, નાયરોબી, સહિતના દેશમાંથી દોડમાં ભાગ લેવા આવેલ સ્પર્ધકો રહ્યા હતાં. રૂટ પર અનેક જગ્યાઓ પર મેડીકલ સારવાર એનર્જી ડ્રીંક, પીવાનું પાણી સહિતની સગવડ દોડ વિરોને આપવામાં આવી હતી. તથા સુરક્ષા અર્થે પોલીસ તંત્રના જવાનો વહેલી પરોઢથી સુરક્ષા પોઈટ પર તૈનાત કરી દેવામાં આવ્યા હતાં. અને ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. આ મેરેથોનમાં લોકોન ઉત્સાહ સ્વયંભુ જોવા મળ્યો હતો.
સેલ્ફી અને ડ્રોન પર યુવાધન ઓળઘોળ
પ્રત્યેક ઉત્સવો, તથા સ્પર્ધાઓમાં લોકો જેમાં ખાસ કરીને યુવાવર્ગ આધુનિક ગેઝેટનો બહોળો ઉપયોગ કરી ખુશી આનંદની પળોને કાયમ માટે સાચવી રાખવા સાથો સાથ યાદગાર પણ બનાવે છે આજની મેરેથોન સ્પર્ધામાં બાળકો અને યુવા વર્ગ મોબાઈલ તથા ડ્રોન કેમેરા પર રીતસર ઓળઘોળ બન્યા હતા. ગ્રૃપ તથા વ્યક્તિગત રીતે યોગ્ય સારા લોકેશનો પર સેલ્ફી ફોટો લેવાની એક પણ તક જતી કરી ન હતી તો બીજી તરફ ગત વર્ષની તુલનાએ તંત્રની મંજુરીથી સાધન સંંપન્ન લોકોએ પોતાના ડ્રોન કેમેરા હવામાં લહેરાવી વિડીયો તથા ફોટો ખેચ્યા હતા.