અમરજયોતિના બાલમંદિરના ભુલકાઓએ ગ્રીનસીટીના સહયોગથી વૃક્ષારોપણ કર્યુ

495

નાનાપણથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને પર્યાવરણનું મહત્વ સમજાયએ હેતુથી ગ્રીનસીટી સંસ્થા દ્વારા અમરજયોતિ શાળાના નાના નાના ભુલકાઓ દ્વારા એરપોર્ટ પાસેના રીંગરોડ ઉપર ૧૦૧ બેગમ વેલના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુલ ૪ બસમાં આશરે ૪૦૦ જેટલા બાળકો વૃક્ષારોપણ માટે આવી પહોંચ્યા હતાં. અને ખુબ જ શિસ્તબધ્ધ રીતે ભુલકાઓએ વૃક્ષારોપણ કર્યુ હતું. બાળકોના શિક્ષકો તથા શાળાના આચાર્ય રીમાબેન ગાંગુલી પણ આ વૃક્ષારોપણમાં જોડાયા હતાં. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ તમામ બાળકોને વૃક્ષારોપણ અને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું. ગ્રીનસીટીના અચ્યુતભાઈ મહેતા, કમલેશભાઈ શેઠ, જયંતભાઈ મહેતા, અલકાબેન મહેતા તથા ઝેક ઝાલા હાજર રહ્યા હતાં.

Previous articleસુરતમાં પદયાત્રીઓને ફરાળ વિતરણ
Next articleલક્ષ્મીપુર પ્રાથમિક શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો