રાજુલાના ઉદ્યોગપતિ સાધુ, બ્રાહ્મણોને હરદ્વારની યાત્રા કરાવી દરેક સમાજને નવો રાહ ચીંધશે આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જયાં શ્રીમદ ભાગવત સપતાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા ઉદ્યોગપતિ ભરતભાઈ મેરામભાઈ બોરીચા દ્વારા ગત વર્ષે પણ રાજુલામાં રામકથા કરી હતી ત્યારે આગામી ૧લીત ારીખથી હરદ્વારમાં શ્રીમદ ભાગવત સપતાહ કરી રહ્યા છે. જયાં રાજુલાના ર૦૦થી વધારે સાધુ બ્રાહ્મણોને કાઠી સમાજની પરંપરાગત ગત પીત્રુ મોક્ષાર્થે વેશલેખક તો જોઈએ કાઠી ક્ષત્રિય સમાજના બારોટ દેવ પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટના સહ પરિવારને લઈ જઈ યાત્રા કરાવશે. એક અનોખું કાર્ય કરી અન્ય સમાજને નવો રાહ ચીંધશે.
આગામી તા. ૧-૯-ર૦૧૯થી રાજુલાના પૂજય રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય યજ્ઞેશભાઈ ઓઝાના વ્યાસપીઠ સ્થાને શ્રીમદ ભાગવત સપતાહ યોજાશે જેમાં મુખ્ય યજમાન મેરામભાઈ બોરીચા ભરતભાઈ બોરીચા હાર્દિકભાઈ બોરીચા અને એસ.આર. ડાયમંડ નારોલ જેમ્સ સુર્રર્ર રામ સ્ટીલ રાજુલાનાસૌજન્યથી આ શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે. સાધુ બ્રાહ્મણોને સંધ ૩૦મીએ ઉપાડશે જયાં હરિદ્વાર કથા ગંગાસ્નાન કૃષ્ણ જનમોત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે.