સિહોર ને છોટે કાશી નું બિરુદ મળ્યું છે કારણકે અહીં નવનાથ અને પાંચપીર ના બેસણા છે ત્યારે સિહોર માં નવનાથ ઉપરાંત,સુપ્રસિદ્ધ એવા ગૌતમેશ્વર મહાદેવ સહિત અસંખ્ય મહાદેવ ના શિવાલયો આવેલા છે ,ઐતિહાસિક બ્રહ્મકુંડ, પંચમુખા મહાદેવ, કોયાભગતની જગ્યા ,હનુમાનધારા આમ અનેક દેવ દેવીઓના મંદિરો,જેમાં ખાસ સિહોરી માતા ડુંગર પર બિરાજમાન છે ત્યારે આ પાવન ભૂમિ માં ધર્મરક્ષા સમિતિ દ્વારા છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમ અંગે મીટીંગો યોજી આજે સામુહિક નવનાથ યાત્રા સફળ બનાવી હતી સાથે સાથે સુખનાથ મહાદેવ ખાતે ભવ્ય ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો તથા રાજ્યસભાના સાંસદ શભૂનાથ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા
આ પ્રસંગે ખાસ સાંસદ ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહી ઉત્સાહમાં વધારો કર્યો હતો અને સંતો મહંતો, રાજકીય આગેવાનો,સિહોર સહિત જિલ્લાભર ના શિવ ભક્તો ,નગરસેવકો, કાર્યકરો,વહેપારી મિત્રો સહિત ખૂબ મોટી સંખ્યામાં ભકતજનો આ યાત્રામાં જોડાયા હતા ત્યારે હરહર મહાદેવ ના નાદ થી સિહોર ગુંજી ઉઠ્યું હતું.