એલ.સી.બી. ભાવનગરની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલાનેબાતમીરાહે હકિકત મળેલ કે ઘોઘા સર્કલ વિસ્તારના પૃથ્વી પ્લાઝા કોમ્પલેક્ષમાં બેઝમેન્ટના ભાગે મંથનભાઇ ભદ્રેશભાઇ રાજયગુરૂ રહે. સુભાષનગર વાળો તથા તેની સાથે દેવેન્દ્રસિંહ અનોપસિંહ ગોહિલ રહે. કાળીયાબીડ વાળા પોતાના કબ્જાભોગવટાની ભાડાની દુકાનમાં ગે.કા. હુકકા બાર ચલાવે છે તેવી હકિકત મળતા જે હકિકત આઘારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા રેઇડ દરમ્યાન મંથનભાઇ ભદ્રેશભાઇ રાજયગુરૂ હુકકાનું સેવન કરાવતો મળી આવતા તેની પાસે કોઇ લાયસન્સ કે આઘાર નહી હોવાનું જણાવતા અને રેઇડ દરમ્યાન નાની વયના યુવાઘન સહિત કુલ તેર ઇસમો હુકકાનું સેવન કરતા મળી આવેલ અને દુકાન માંથી હુકકાની અલગ અલગ ફલેવરો તથા કોલસા તથા સગડી તથા હુકકા તથા હુકકા પીવાની નળીઓ અન્ય સાઘનો મળી કુલ રૂ.૧૫,૧૬૦/- મળી આવતા હાજર મળી આવેલ મંથનભાઇ ભદ્રેશભાઇ રાજયગુરૂ રહે. ભાવનગર સુભાષનગર તથા દેવેન્દ્રસિંહ અનોપસિંહ ગોહિલ ર વિરૂધ્ધમાં સીગારેટ અને તમાકુ ઉત્પાદન સુધારા અધિનિયમ ૨૦૦૩ (ગુજરાત એક્ટ ૨૭/૨૦૧૭) ની કલમ ૪એ, ૨૧એ તથા ૨૪ તથા ૬એ મુજબ ગુન્હો ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોઘાવેલ છે.