પ્રાણી માત્રને તૃષ્ણા તૃપ્તીનો અહેસાસ નિર્મળ જળ દ્વારા જ શક્ય બને છે ઉનાળાના બળ-બળતા તાપમાં માનવોની તરસ છીપાવવા આદીકાળથી માટીના પાત્રમાં ભરેલુ પાણી શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે આગામી સમયમાં ઉનાળામાં માટીના વિવિધ પાત્રોની બહોળી માંગ ઉઠવા પામે છે જે તૈયારીના ભાગરૂપે પ્રજાપતિ પુત્રો (કુંભાર)દ્વારા દેશી ચાક પર માટીનો પીંડ ચડાવી સુંદર આકરો દ્વારા મનવાંચ્છિત પાત્ર (વાસણ)નું નિર્માણ કરતા દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે.