ભાવનગરમાં શ્રાવણીયા જુગાર પર પોલીસનો સપાટો : ૧૯ ઝબ્બે

557

ભાવનગર  શહેર અને જિલ્લામાં શ્રાવણીયા જુગાર પર રોક લગાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલી સુચનાના પગલે ભાવનગર એલસીબી સહિત તમામ ડીવીઝનો દ્વારા જુગાર અંગે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અલગ-અલગ પાંચ જગ્યાએ જુગાર અંગે પડાયેલા દરોડામાં ૧૯ શખ્સોની અટકાયત કરી ૧.૬૦ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા પુર્વ બાતમીના આધારે શહેરના રૂવા પંચીસ વારીયા સીતારામનગર સામે ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતાં રમેશ મનસુખભાઈ મકવાણા, ગોવિંદ ભગવાનભાઈ બારૈયા તથા જલ્પાબેન અશોકભાઈ મહેતાને રૂા. ૧પ,૧૭૦ની રોકડ તથા  બે મોબાઈલ મળી ૧૮,૬૭૦નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઘોઘા રોડ પોલીસમાં ગુન્હો રજીસ્ટ્‌્રર કરાવ્યો હતો જયારે ગારિયાધાર ખાતેના નવાગામમાં રાકેશભાઈ જીણાભાઈ પરમારના મકાન પાછળ પુર્વ બાતમીના આધારે દરોડો પાડતા જુગાર રમતા બેચરભાઈ શેખાભાઈ ધોળકીયા, રાજુભાઈ શેખાભાઈ ધોળકિયા, છગનભાઈ હીરાભાઈ પરમાર, શંભુભાઈ ભુરાભાઈ ધોળકિયા, રાકેશભાઈ જીણાભાઈ પરમાર તથા રામકુભાઈ મનુભાઈ ધોળકિયા સહિત ૬ શખ્સોને રૂા. ૧પ,૧ર૦ની રોકડ રકમ સાથે જુગાર રમતાં ઝડપી લઈ ગારિયાધાર પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટ્રર કરાયો આ ઉપરાંત એલસીબીએ સહકારી હાટ સામે મહેન્દ્ર માર્કેટના ત્રીજા માળે નિખિલભાઈ ધનશ્યામભાઈ સિંધવાણીના કબ્જાવાળી ભાડાની દુકાનમાં જુગાર અંગે દરોડો પાડી નિખિલ ઘનશ્યામ સિંધવાણી, નિરવ નવનીતભાઈ અંધારિયા, યુવરાજસિંહ ભરતસિંહ ગોહિલ તથા મહાવીરસિંહ રણજીતસિંહ ગોહિલને રૂા. પર,૬૯૦ની રોકડ, ચાર મોબાઈલ સહિત કુલ રૂા. ૭ર,૬૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ નિલમબાગ પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટ્રર કરાવેલ. આ ઉપરાંત વરતેજ જૈન કેમીકલ્સ પાસે વણકરવાસમાં લાઈટ અજવાળે જાહેરમાં જુગાર રમતા દિપક ધુરાભાઈ પરમાર, જયેશ ડાયાભાઈ મારૂ, અકરમ રજાકભાઈ મુસાણી, રાહુલ દિનેશભાઈ વેગડ તથા અરવિંદ ધનજીભાઈ રાઠોડને રૂા. ર૪,૬૮૦ની રોકડ  તથા મોબાઈલ મળી ૪૪,૧૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વરતેજ પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરાયો હતો. આ ઉપરાંત ઘોઘા રોડ પોલસે પુર્વ બાતમીના આધારે સિંધુનગર વિસ્તારમાં સરદારનગર એસબીઆઈ સામે રેલ્વેની ખુલી જગ્યામાં જાહેરમાં જુગાર રમતાં રમુભા ઉડાયસિંહ સિંધા,  અશ્વિનસિંહ ભીમસિંહ યાદવ, શંભુભા બટુકસિંહ ગોહિલની રૂા. ૧૦,૧૦૦ની રોકડ સાથે અટકાયત કરી હતી. આમ ભાવનગરમાંથી કુલ ૧૯ ઈસમોને જુગાર અંગે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleભગવાનેશ્વર મંદિરે અમરનાથના દર્શન…
Next articleસુશાંત અને જેક્લીન ડ્રાઇવને લઇને વ્યસ્ત થયા