ગુસ્તાખી માફ

891
smiley.jpg

વિજય રૂપાણી કોમનમેન, નિખાલસ- સરળ જ નહીં મુઠ્ઠી ઉંચેરા માનવી પણ છે
મુખ્યમંત્રીઓ સાથે, એટલે કે જેટલા મુખ્યમંત્રીઓ સાથે કામ કરી નજીકથી જોવાનો વારો આવ્યો છે તેમાં ખૂબ જ સરળ, નિખાલસ, જમીન પરના, સામાન્ય માણસ જ નહીં મુઠ્ઠી ઉંચેરા માનવી તરીકે વિજયભાઈ રૂપાણી નંબર વન છે તેમાં કોઈ શક નથી.  હમણાં એક નાનકડી વાતને લઈને મુલાકાત માટે જવાનું થયુ, અત્યંત વ્યસ્તતા વચ્ચે અને લગભગ જમવાનો સમય કરતાં વધુ સમય થયો હતો. ટીફીન આવીને ઠંડુ થઈ જવા આવ્યું હતુ, સ્ટાફ પણ મુલાકાતીને માનસિક તૈયાર કરી રહ્યો હતો કે રાહ જોવાની તૈયારી રાખવી પડશે. તેથી અમે પણ સામાન્ય રીતે વિચાર્યુ જમીને પછી કદાચ મળવાનું થશે!! પરંતુ આશ્ચર્ય વચ્ચે જમવાનું ટાળી મુલાકાત માટે બોલાવ્યા.  ખૂબ જ સરળ વાતચીતમાં કયાંય પણ લાગ્યું નહીં કે તેમને સહેજ પણ અમને, એટલે વાત પતાવી જવા દેવા સહેજે ઉતાવળ તેમના વર્તનમાં લાગી નહી. આવી નાની-નાની વાતો પણ તેમને એક મુઠ્ઠી ઉંચેરા બનાવવા પુરતી છે. એટલું જ નહીં પરંતુ અડધો કલાક અનેક વાતો કરી કામની વાત અમારી ૩ મીનીટમાં પુરી થઈ ગઈ હતી.  તેમના પ્રજાની સંપૂર્ણ નાડ પારખતા હોવાની વાત આ વાતચિતમાંથી સહેજે મળી જતી હતી. આપણને જે ખબર છે જેની ચિંતા છે તેમને પણ તે બધી બાબતોની ખબર છે અને વધુ ચિંતા છે. કેવી રીતે ઉકેલવી. તેની દિશામાં વિચારણા પણ ગંભીરતા પૂર્વક કરી રહ્યા છે.  રાજયના પ્રશ્નો રાજકારણના પ્રશ્નો, મુખ્યમંત્રીને વર્તન-કાફલાના પ્રશ્નો, મુખ્યમંત્રી બન્યા પછી સામાન્ય માણસ તરીકે કેમ વર્તન રખાતું નથી જેવા અનેક વિષય છેડવા અને વાત કરી અત્યંત નિખાલસતા એક સરળ મિત્ર સાથે બેસી વાત કરી હોય તેટલી સરળતા મુખ્યમંત્રી બન્યા પછી પણ જાળવી રાખવી એ જ ખરા અર્થમાં મહાનતા છે. અમરસિંહ ચૌધરીમાં કેટલીક બાબતો મળતી આવતી તો કેટલી બાબતો કેશુભાઈને મળતા આવતા આપણા ગુજરાતને આવા મુખ્યમંત્રી મળ્યા છે તે આનંદની વાત છે સાથે તેમને પણ સો સો સલામ!!
શિક્ષણનો કાંટાવાળો ઝેરી છોડ વાવીને અમૃત જેવા મીઠા ફળની આશા રાખી બેઠા છીએ 
નેશનલ એચિવમેન્ટ સર્વેના આંકડા મુજબ ગુજરાતમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક રહ્યું છે. ધોરણ – ૧૦ માં અંગ્રેજી, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તમામ વિષયમાં ગુજરાતનું પરફોર્મન્સ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું એટલે કે નબળું રહ્યું છે.  આ બાબતે અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ કે ગુરૂ-શિષ્ય પરંપરા અને ગરીમાં આજે શિક્ષણે ખોઈ શિક્ષણ આજે સેવાને બદલે બિઝનેશ અને પૈસા કમાવવાનું સાધન બની ગયો છે. સામાજિક અને દાયિત્યને બદલે એ પ્રોફેશનલ બન્યુ છે તેથી જ આવા પરિણામ એ નવાઈ નથી. પરંતુ ઉત્તરોત્તર હવે પરિણામો નબળા ને નબળા આવવા લાગશે. શિક્ષકોને પગારમાં કાપ મુકવા માંડી છેક મીનીમમ વેજીસથી પણ ઓછા રૂપિયા આપી શિક્ષણ મેળવવાનો પ્રયત્ન થયો તેથી ઉછીનું શિક્ષણ શરૂ થયું. સહાયક છેવટે તો માણસ છે જે ટેશનલ છે તે હવે બાળકોના શિક્ષણને બદલે પોતે પૈસા કયાંથી મેળવી શકે તે દિશામાં વિચારવા લાગ્યો. બાળકો ભણે તેનાથી તેની પરવા દૂર થઈ ગઈ સમય પસાર કરી મહિનો પુરો કરવો એ જ ઘટનાક્રમ શરૂ થયો અને બાળકોનું પાયાનું શિક્ષણ, કન્સોલ્યુઅલ, લર્નીંગ ખોરવાયુ અને તેથી શિક્ષણના માઠા ફળ શરૂ થયા છે. હજી તે ખાડે જશે તે નકકી. આપણે કાંટાવાળો ઝેરી છોડ વાવીને તેના પર અમૃત જેવા મીઠાં ફળની આશા રાખીને બેઠા છીએ કયાંથી મળે ! હજી પણ શિક્ષણનું સ્તર સુધારવાના પ્રયત્નો નહીં થાય તો યુવાનોનું જીવન સાવ પાંગળું બની જશે. 
શંકર વેગડને પડતાં મુકી ફરી એકવાર કોળી સમાજની નારાજગી ભાજપે વહોરવી પડશે 
માર્ચ મહિનામાં રાજયસભાની ૪ બેઠકોની ચૂંટણી આવે છે. આ વખતે ગુજરાતે કોંગ્રેસને બેઠકો વધારી આપતાં અહેમદ પટેલ વખતે જે ખેંચતાણ થઈ હતી તે હવે થવાની નથી. સીધી બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીતવાના છે વળી ભાજપના ૩ પ્રધાનો અને ચોથા કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતાં શંકરભાઈ વેગડ છે જેમાંથી કદાચ આગળ જેટલીને ગુજરાતના બદલે બીજે લઈ જવાય પરંતુ બાકીના ત્રણમાંથી પુરષોત્તમભાઈ રૂપાલા અને મનસુખ માંડવીયા મંત્રી છે અને સાથે સાથે પાટીદાર આગેવાનો પણ છે. વળી ગુજરાતના પીઢ ગણાતા પુરષોત્તમભાઈ રૂપાલાને પડતા મુકવા હાલની રાજકીય પરિસ્થિતિમાં હિતાવહ નથી તો બાકી બચ્યા શંકરભાઈ વેગડ જેમને પડતા મુકવા પડે તેવી સ્થિતિ છે. અને તેથી કોળી સમાજ ફરી એકવાર ભડકીને ભાજપ સામે બગાવત કરી કોળી ધારાસભ્યોનું ધ્રુવીકરણ કરી નવા રાજકીય સમીકરણો પેદા કરી શકે છે. ભાજપ માટે આ બાબત અત્યંત મહત્વની બતાવવામાં આવે છે શું કરશે તે સમય જ બતાવશે તે પણ થોડાક સમય પછી જ ખબર પડશે. 
કિસાનો માટે વીમા યોજના છે પરંતુ તેને ગુમાવી કોમ્પ્લીકેશન કરવા કરતાં સીધી મદદ કરવી સારી
કિસાનો-ખેડૂતો માટે વીમા યોજનાની વાત કરીએ તો હમણાં જ વિધાનસભામાં ખૂબ ચર્ચા થઈ ખેડૂતોને વીમા માટે તેની અંદર જોઈએ તો ર ટકા ખેડૂત પ્રિમીયમ ભરે બાકી પ૦ ટકા રાજય સરકાર અને કેન્દ્ર સરકાર ભરે અને ૧૦૦ ટકા પ્રાઈવેટ વીમા કંપની પાસે જાય ત્યાર પછી તે વીમા કંપની નકકી કરે કે ખેડૂતોને કેટલું વળતર આપવું. 
વીમા કંપની પ્રાઈવેટ છે તેથી તેના સ્ટાફથી લઈ તમામ ખર્ચ કાઢયા બાદ વીમો ખેડૂતોને આપે કમીટી તે પ્રમાણે નકકી કરે તે પણ તેના પર આભારી, પ્રિમિયમની ટકાવારી પણ તે નકકી કરે. કેટલીક વાર ખેડૂતોએ ભરેલા પ્રિમિયમ જેટલું પણ વળતર મળે નહી. રાજય સરકારના, કેન્દ્રના અને ખેડૂતના પૈસા જાય ખાનગી કંપનીને પહેલાં તો સરકારી કંપની હતી જેથી ઘી ઢોળાય તો પણ ખીચડીમાાં હતું આજે બધુ બહારના બિલાડાને શા માટે પીવડાવવામાં આવે છે ? સીધી ખેડૂતને ર ટકા પણ સહાય કરવામાં આવે તો અઢી લાખ કરોડના આ વહીવટમાંથી કંઈક બીચારો ખેડૂત ભાળે!!!  

Previous articleમાટીના વાસણ નિર્માણમાં મગ્ન કલાકાર
Next articleદેશવાસી સંકલ્પ કરશે તો વિશ્વમાં ભારતનો ડંકો રહેશે : નરેન્દ્ર મોદી