રિતિક રોશન અને ટાઇગર શ્રોફ બોલિવુડમાં બે સૌથી જોરદાર એક્શન સ્ટાર છે. આ બંનેને લઇને બની રહેલી ફિલ્મ વોર હવે પૂર્ણ થવા આવી છે. ફિલ્મના નિર્માતા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ ભારતીય ઇતિહાસની હજુ સુધીની સૌથી મોટી અને દિલધડક એક્શન ફિલ્મ રહેશે. બીજી ઓક્ટોબરના દિવસે ફિલ્મને રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. આ ફિલ્મ એવી ફિલ્મ છે જેની ઉત્સુકતા સાથે રાહ જોવામાં આવી રહી છે. ફિલ્મમાં હજુ સુધીના સૌથી દિલધડક એક્શન સીન રાખવામાં આવ્યા છે. ફિલ્મ મેકર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મના એક્શન સીન તૈયાર કરવા માટે હોલિવુડના ટોપના કોરિયોગ્રાફરની મદદ લેવામાં આવી છે. ફિલ્મના એક્શન સિક્વનન્સનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે ફિલ્મના એક્શન સિકવન્સની ડિઝાઇન તૈયાર કરવામાં એક વર્ષથી વધારેનો સમય લાગી ગયો છે. ફિલ્મની પ્રથમ ઝલક સપાટી પર આવી ગયા બાદ ચાહકો ભારે રોમાંચિત છે. સામે આવેલા શાનદાર વિડિયોને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ટીજર સોશિયલ મિડિયા પર વાય.રલ થયા બાદ તેની ચર્ચા હાલમનાં ચારેબાજુ જોવા મળી રહી છે. મેકર્સે દાવો કર્યો છે કે સમગ્ર દુનિયામાં ટોપ એક્શન નિર્દેશક પૈકી ચાર પોલ જેનિગ્સ, જેક રીચર, ફ્રાન્જ અને સી યંગને આ ફિલ્મ માટે રોકવામાં આવ્યા છે. આ તમામે સાથે મળીને એક્શન તૈયાર કર્યા છે. પહેલા ક્યારેય જોવામાં આવ્યા નથી તેવા સીન ફિલ્મમાં જોવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે આ ચારેય જુદા જુદા પ્રકારના એક્શન ડિઝાઇન કરનાર નિર્દેશક તરીકે છે. ફિલ્મમાં રિતિક અને ટાઇગર જમીન, હવા, દરિયામાં એકબીજાની સાથે ફાઇટ કરતા નજરે પડનાર છે. ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે કહ્યુ છે કે વોર દેશની સૌથી મોટી એક્શન ફિલ્મ બની છે. કારણ કે તેમને લાગે છે કે ભારતમાં હજુ સુધી કોઇ પણ ફિલ્મના એક્શન સીન તૈયાર કરવામાં એક વર્ષથી વધારે સમય લાગ્યો નથી. ફિલ્મ વોરમાં એક્શન સીનના સિકવન્સને તૈયાર કરવામાં એક વર્ષથી વધારે સમય લાગ્યો છે. તેઓ ભારતીય ચાહકોને બતાવી દેવા માંગે છે કે ભારતમાં પણ હોલિવુડ કરતા વધારે મોંધી અને મોટી એક્શન ફિલ્મ બની શકે છે. તેઓ એક એક ફિલ્મ બનાવવા માંગતા હતા જે શરૂઆતથી લઇને છેલ્લે સુધી તમામ ચાહકોને તેના દિલધડક એક્શન સીનની રોમાંચિત કરી શકે. આ ફિલ્મને એક્શનના સર્વોચ્ચ સ્તર પર લઇ જવા માટે હોલિવુડના ચાર સૌથી મોટા એક્શન કોરિયોગ્રાફરની મદદ મળી છે. ચાહકોને એમ લાગે કે તે પહેલા ક્યારેય આવી મોટી એક્સન ફિલ્મ તૈયાર કરાઇ નથી. ફિલ્મ બીજી ઓક્ટોબરના દિવસે ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. બંને મોતને પછડાટ આપે તેવા એક્સન સીન કરતા દેખાશે. તેઓ દુનિયાના સાત જુદા જુદા દેશોમાં એકબીજાની સામે નિર્દયરીતે લડતા નજરે પડનાર છે. ફિલ્મ ગાંધી જયંતિના દિવસે રજૂ કરાશે. હોલિવુડની કોઇ પણ સૌથી મોટી એક્શન ફિલ્મમાં વધુને વધુ ચાર એક્શન સિક્વન્સ હોય છે. અમારી પાસે સાત એક્શન સિકવન્સ છે.
ફિલ્મમાં બે સૌથી મોટા એક્શન સ્ટાર નજરે પડી રહ્યા છે. ટીજરને જોઇને જે રીતે રિસ્પોન્સ મળી રહ્યા છે તેનાથી અમે ખુશ છીએ.