જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે ખેંચતાણ જારી છે. આ ખેંચતાણ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના વડાપ્રધાન સાથે ફોન પર વાતચીત કરી છે. નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા બાદ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે ફોન પર વાતચીત કરી હતી. એ વખતે તેઓએ કાશ્મીરના મુદ્દા પર સંયમ જાળવી રાખવા માટે સાફ શબ્દોમાં સુચના આપી હતી. ટ્ર્મ્પે કહ્યુ હતુ કે વધતા ટેન્સન વચ્ચે કોઇ આડેધડ નિવેદન ન કરવાની જરૂર છે. બંને નેતાઓ સાથે ફોન પર વાતચીત બાદ ટ્રમ્પે ક્ષેત્રની સ્થિતી ખુબ જટિલ હોવાની કબુલાત કરી હતી. સાથે સાથે બંને નેતાઓ સાથે સારા માહોલમાં વાતચીત થઇ હોવાની કબુલાત કરી હતી.કાશ્મીરમાં ટેન્શનને લઇને વાત કરી હોવાની ટ્રમ્પે કબુલાત કરી હતી. ટ્રમ્પે એક સપ્તાહની અંદર ઇમરાન ખાન સાથે બીજી વખત ફોન પર વાતચીત થઇ છે. ઇમરાને ક્ષેત્રીય શાંતિ પર ખતરાને લઇને વાત કરી હતી. પાકિસ્તાનની ચિંતાથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. શુક્રવારે મોડી રાત્રે પણ ઇમરાન ખાન અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થઇ હતી. આ ગાળા દરમિયાન ઇમરાન ખાને ટ્રમ્પ સાથે કાશ્મીર મુદ્દા ઉપર વાતચીત કરી હતી. ક્ષેત્રિય ચિંતાને લઇને ઇમરાન ખાને વાત કરી હતી. ગઇકાલે મોડી રાત્રે ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ફોન પર અડધો કલાક ચર્ચા કરી હતી. આ ગાળા દરમિયાન મોદીએ પાકિસ્તાન સાથેના સંબંધોને લઇને તેમના નામનો ઉલ્લેખ કર્યા વગર ટ્રમ્પને કહ્યું હતું કે, કેટલાક નેતાઓના ભારતની સામે નિવેદન ઘાતક બની શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તરફથી કરવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનો તરફ વાત કરી હતી.