ચિદમ્બરમની અવધિ વેળા ૩૦૫ કરોડની મળેલ રકમ

402

પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમની મુશ્કેલી વધુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. તેમની આગોતરા જામીન અરજી રદ થઇ ગયા બાદ કોઇપણ સમયે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. આ સમગ્ર મામલો ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની વિદેશી રકમ મેળવવા માટે મિડિયા ગ્રુપને એફઆઈપીબી દ્વારા મંજુરી આપવા સાથે સંબંધિત છે. તે ગાળામાં ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. મોટી વાત એ છે કે, આઇએનએક્સ મિડિયાને એફઆઈપીબી દ્વારા મંજુરી આપવામાં આવી હતી. તેમના પુત્ર કાર્તિની દરમિયાનગીરીના આધારે આ મંજુરી અપાઈ હતી. જે નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે સીધીરીતે ચિદમ્બરમના પુત્રની કંપનીઓ રહેલી છે. આવનાર દિવસોમાં કાર્તિ ઉપર પણ સકંજો મજબૂત બની શકે છે. યુપીએ-૧ સરકારના ગાળામાં નાણામંત્રી તરીકે એફઆઈપીબીએ બે એકમોને મંજુરી આપી હતી. આઈએનએક્સ મિડિયા મામલામાં સીબીઆઈએ ૧૫મી મે ૨૦૧૭ના દિવસે કેસ દાખલ કર્યો હતો. આમા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ચિદમ્બરમની અવધિ દરમિયાન ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની રકમ મેળવનાર કંપનીને મંજુરી મળી હતી. ઇડીએ ગયા વર્ષે આ સંદર્ભમાં કેસ દાખલ કર્યો હતો. ચિદમ્બરમની સાથે સાથે કાર્તિ ચિદમ્બરમ પણ આ કેસમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમની સામે આખરી તપાસ ચાલી રહી છે. પિતા-પુત્રની પુછપરછ પણ કરવામાં આવી ચુકી છે. ઇડી અને સીબીઆઈ બંને દ્વારા સમગ્ર મામલામાં તપાસ થઇ રહી છે. હવે ચિદમ્બરમની રજૂઆત પણ સુપ્રીમ કોર્ટમાં કેવું વલણ અપનાવવામાં આવે છે તે બાબત સૌથી મહત્વપૂર્ણ રહી શકે છે.

Previous articleરાજીવ ગાંધી ૧૯૮૪-૮૯ના ગાળામાં વડાપ્રધાન રહ્યા હતા
Next articleSBI દ્વારા સસ્તા લોનની ઓફર : તહેવાર પર લાભ