ગાંધીનગર નજીક દશેલા ગામના માધવ ફાર્મમાં કેટલાંક લોકો દારૂની મહેફિલ માણતાં હોવાની બાતમીને આધારે ગ્રામ્ય એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં ૧૪ યુવક અને યુવતીની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલાઓમાં ફાર્મ હાઉસના માલિકનો દીકરા કુશલ પટેલ પણ હતો. તેમની પાસેથી બે મર્સિડીઝ, બે ક્રેટા, એક ઇનોવા અને એક વર્ના કાર જપ્ત કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ છે. તેઓ મિત્રના જન્મ દિવસની પાર્ટી મનાવવા ભેગા થયા હતા. તેમની પાસેથી ૩ દારૂની બોટલ મળી છે.
કુશલ જયેશ પટેલ (ચાંદલોડિયા), સ્મિત શૈલેષ ઊંધિયા(નારણપુરા), રાહુલ મોહન રાજગોર (થલતેજ), ધાર્મિક સુરેશ પટેલ (ઘાટલોડિયા), હર્ષ જયંતિ કોઠારી (જોધપુર), હેત પરાગ શાહ(પાલડી, ધરણીધર દેરાસર પાસે), શેખર આશિષ કઠવા (મેમનગર), લવ અશોક પટેલ (વસ્ત્રાપુર) અને પ્રેમ કપૂરચંદ ચંદેલ (વાસણા) સહિત પાંચ યુવતીઓ મિત પટેલના બર્થ ડેની ઉજવણી કરવા આવ્યા હતા.
હાલ તેમની પાસે દારૂ ક્યાંથી આવ્યો અને કોણે આપ્યો હતો તેની તપાસ થઇ રહી છે. નજીક દશેલા ગામના માધવ ફાર્મમાં કેટલાંક લોકો દારૂની મહેફિલ માણતાં હોવાની બાતમીને આધારે ગ્રામ્ય એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી.