મંગળવારે ‘વિશ્વ મચ્છર ડે’ નિમિત્તે મ્યુનિ. ‘દિવ્ય ભાસ્કર’ના ‘એક કલાક આપો, ડેન્ગ્યુને ઘરમાંથી કાઢો’ અભિયાન અંતર્ગત સ્કૂલો અને સોસાયટીઓમાં જાગૃતિ ફેલાવશે. લોકો તેમના અનુકૂળ દિવસે એક કલાક ઘરમાં સફાઇ કરી મેલેરિયા, ડેન્ગ્યુથી બચી શકે છે. બીજી તરફ મેયર બીજલ પટેલે તેમના પાલડી વોર્ડમાં પણ લોકોને ઘરમાં એક કલાક સફાઇ કરી ડેન્ગ્યુને ભગાવવાનો મેસેજ આપ્યો હતો. મેયર સાથે હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય પણ અભિયાનમાં જોડાયા હતા. દરમિયાનમાં ૩૦૦ જેટલા ઘરમાં મચ્છરોના બ્રીડિંગ માટે તપાસ કરવામાં આવી હતી. જેમાં ૪ થી ૫ જેટલા મકાનમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા અને મોટાભાગના વિસ્તારોમાં ફોગિંગ પણ કરવામાં આવ્યું હતું.