૩૭૦ : વિવિધ વિસ્તારોમાં નિયંત્રણ વધુ હળવા કરાયા

369

જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં સ્થિતિને હળવી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં વધુ પગલા સતત લેવામાં આવી રહ્યા છે. શ્રીનગરના મુખ્ય કેન્દ્ર લાલચોક પર મુકવામાં આવેલા બેરિકેડને હવે દૂર કરવામાં આવી ચુક્યા છે. લાલચોકથી ૧૫ દિવસ બાદ બેરિકેડ અને નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા ૧૬માં દિવસે પણ ખોરવાયેલી રહી હતી. કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં તમામ પ્રકારના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા હતા. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ પ્રકારના નિયંત્રણો અને સુરક્ષા વ્યવસ્થાને હવે હળવી કરવામાં આવી રહી છે. આજે શ્રીનગરના વેપારી કેન્દ્ર લાલચોક ઉપર ઘંટાઘરની પાસે બેરિકેટને દૂર કરવામાં આવ્યા હતા. વેપારીઓ અને લોકોની અવરજવરને મંજુરી આપવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં નિયંત્રણોને પણ હળવા કરવામાં આવ્યા હતા. સોમવારના દિવસે ફરીથી મોટાભાગની પ્રાથમિક સ્કુલો ખુલી ગઈ હતી પરંતુ વિદ્યાર્થીઓની હાજરી ઓછી દેખાઈ હતી પરંતુ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની ઉપસ્થિતિમાં સુધારો થયો છે. શહેરના સિવિલ લાઈન વિસ્તારમાં કેટલાક ભાગોમાં વાહનોની અવરજવર વધી રહી છે.

શ્રીનગરના નિચાણવાળા વિસ્તારોમાં તથા ખીણના અનેક વિસ્તારોમાં લોકોની હાજરી ઓછી દેખાઈ રહી છે. ખીણમાં બજારો હજુ પણ બંધ સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. જાહેર પરિવહનના વાહનો માર્ગો ઉપર ઓછા દેખાઈ રહ્યા છે. મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા આંશિકરીતે સુધરી છે. લેન્ડલાઈન સેવાઓ હજુ પણ ઠપ રહી છે. પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ કઠોર નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા હતા. જો કે, હવે સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે. નિયંત્રણો પણ ઘટાડાયા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં સ્થિતિને હળવી કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શ્રીનગરના નિચાણવાળા વિસ્તારો અને કાશ્મીરના અન્ય વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય બની રહી છે. જો કે, હજુ અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કહી ચુક્યા છે કે, ધીમે ધીમે સ્થિતિમાં સુધારો થશે. જમ્મુ કાશ્મીરનો વિકાસ અને રાજ્યના લોકોની પ્રગતિ માટે સાહસી નિર્ણયો લેવામાં આવ્યા છે. જે પણ નિયંત્રણો છે તે ધીમે રહીને દૂર થશે. સાથે સાથે જમ્મુ કાશ્મીરને આપવામાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશના દરજ્જાને પણ સ્થિતિ સામાન્ય બની જશે તો પરત ખેંચી લેવામાં આવશે. રાજ્યમાં લોકોની પસંદગીની સરકાર બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે. સુરક્ષા દળો અને કેન્દ્ર સરકારની નજર જમ્મુ કાશ્મીરમાં સ્થિતિને સામાન્ય બનાવવાની છે.

Previous articleપૂર્વ પ્રધાન ચિદમ્બરમની ધરપકડ થવાના એંધાણ : જામીન ન મળ્યા
Next articleવિક્રમ અને પ્રજ્ઞાન ૧૪ દિન સુધી એક્ટિવ હશે