ચંદ્રની સપાટી ઉપર પહોંચ્યા બાદ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ૧૪ દિવસ સુધી એક્ટિવ રહેશે. ૨૭ કિલોગ્રામના રોવરમાં છ ટાયર લાગેલા છે. તે એક રોબોટ વાહન તરીકે છે તેનું નામ સંસ્કૃતથી લેવામાં આવ્યું છે જેનો અર્થ જ્ઞાન સાથે જોડાયેલા છે. રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ૫૦૦ મીટર એટલે કે અડધા કિલોમીટર સુધી ફરી શકે છે. તે શૌર ઉર્જાની મદદથી કામ કરે છે. રોવર માત્ર લેન્ડરની સાથે વાત કરી શકે છે. તેની લાઇફ એક લુનર ડે તરીકેની છે જેનો મતલબ પૃથ્વીના આશરે ૧૪ દિવસનો ગાળો હોય છે. ઇસરોના વડાએ આજે તમામ બાબતો ઉપર વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.