છત્રાલમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાઓને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન

753
gandhi2722018-3.jpg

 વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છત્રાલમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાઓને લઇને આજે બપોરે ૩થી ૫ વાગ્યા દરમિયાન વિરોધ પ્રદર્શનનું સત્યાગ્રહ છાવણી ખાતે આયોજન કરાયુ હતું. ધરણા પ્રદર્શન બાદ ગૃહમંત્રી અને કલેક્ટરને કાર્યકર્તાઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વિએચપીના પ્રમુખ અમૃતભાઇ ઠક્કરે જણાવ્યુ હતું કે, છત્રાલ ગામે છેલ્લા કેટલાક દિવસોથી મુસ્લિમ બિરાદરો દ્વારા હિન્દુ ધર્મ સ્થાનો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. પોલીસની નિષ્ક્રીયતાના કારણે મુસલમાનોને ખુલ્લો દોર મળ્યો છે. જે અંતર્ગત જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંદળ દ્વારા સેકટર ૬ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Previous articleચૂંટાયાના બીજા જ દિવસે રાયસણ ગામે સ્વચ્છતા અભિયાનનું બ્યુગલ ફુંકયું
Next articleટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ બે ધારાસભ્યો દંડાયા