પ્રયત્ન કરવાથી ચોકકસપણે રોગો ઘટાડી શકાય છે, રોગથીબ ચવા અને તેને અટકાવવા માટે ભોગ પણ ઘણો આપવો પડે, કારણ કે, તંદુરસ્તી જેવી મહામુલીમ ુડી એમ કંઈ પ્રયત્ન વિના થોડી મળી જાય ? હા….. નસીબ નામનું પરિબળ જરૂર ભાગ ભજવે છે, પરંતુ, તે આપણા હાથની વાત નથી. તો, જે આપણા હાથની વાત છે. તેના દ્વારા નિરોગીર હેવા પ્રયત્ન કેમ ન કરવા ? કેટલાક વારસાગત રોગો, જન્મજાત રોગો, અકસ્માતથી થતી વ્યાધિઓ અટકાવવા કંઈક થોડા પ્રમાણમાં જ આપણે સફળ થઈશ કીએ. (૧) જન્મજાત રોગો અને વારસાગત રોગો તદ્દન જુદાં જુદાં પ્રકારના છે. તેને અટકાવવા માટે કુટુંબી તબીબ (ફેમીલી ડોકટર) મદદરૂપ થઈ શકે. લગ્ન સંબંધ જોડતા પહેલા આ બાબત અમુક પરીબળોની વિગત ફેમીલી ડોકટર આપી શકે અને વારસાગત રોગો ઘટાડી શકાય. (ર) સગર્ભાવસ્થા દરમ્યાન કેટલીક કાળજી દ્વારા જન્મજાત રોગો અટકાવી કે ઘટાડી શકાય. (૩) ગંદકી દુર કરવાથી ઘણાં રોગો અટકાવી શકાય આપણી જુની કહેવત છે કે ગંદવાડ ત્યાં મંદવાડ એ બહુ જ સાચી છે. સ્વચ્છતાએ આરોગ્યની બહેન છે. સ્વચ્છતા વિશાળ અર્થમાં લઈએ તો શરીર સ્વચ્છતા, આપણી આજુબાજુના વાતાવરણ (પર્યાવરણ)ની સ્વચ્છતા મનના વિચારોની તથા આત્માની શુદ્ધિ પણ રોગોને અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે.
શરીરના દરેક ભાગની સ્વચ્છતા જાળવવી જોએ. ચામડી, આંખ, કાન, દાંત, નાક વગેરે. કપડા, વાસણ, ઘરમાં તથા આજુબાજુ રહેલીચ ીજોની સ્વચ્છતા પણ જરૂરી છે. વાતાવરણનું પ્રદુષણ, પાણીનું પ્રદુષણ તથા ખોરાકનું પ્રદુષણ ઘણા રોગોને આમંત્રે છે. તે માટે આજકાલ વિશ્વવ્યાપી પ્રયત્નો વિચારાઈ રહેલ છે. થોડુ અમલીકરણ પણ થઈ રહ્યું છે. આ વિશ્વવ્યાપી પ્રશ્નમાં યત્ન કરીએ તો વ્યક્તિગત ફાળો પણ આપણે જરૂર આપી શકીએ.
મોટા ભાગના જીવલેણ ચેપી રોગો જેવો કે કોલેરા, ટાઈફોઈડ, મરડો, ઝાડાઉલટી વગેરે, ખાદ્ય પદાર્થોની અશુદ્ધિને કારણે ફેલાય છે. અને ભારત જેવા વિકાશીલ દેશમાં આરોગોથી થતુ મૃત્યુ- પ્રમાણ અધધધ…… કહેવરાવે એટલું બધું છે. (૪) વ્યસનો છોડવા જોઈએ. બીડી, તમાકુ (માવા) દારૂ, અફીણ, ચરસ જેવા અનેક વ્યસનો માનવીના મહા શત્રુઓ છે. ક્ષય, કેન્સર, હૃદયરોગ જેવા ભયંકર રોગોને તે નિમંત્રે છે. ગાંધીજીએક હ્યું છે કે, બિમાર પડવું એ પણ ગુન્હો છે. કુદરતે આપેલા અમુલ્ય શરીરમાં ધુમાડા, તમાકુ દારૂ વગેરે જેવા પદાર્થો વડે જાતે જ બિમાર પડવાનો માનવીને કોઈ હક્ક નથી. (પ) ખોરાક બાબત : પોતાની તાસીર પ્રમાણે માફક આવતો હાર લેવો, અતિ આહાર કવધુ પડતો ખોરાક) નુકશાન કર્તા છે. અતિ થોડો આહાર (અલ્પાહાર) પણ નુકશાનકર્તા છે. સમતોલ, સાદો, પૌષ્ટિક અને સરૂચિપુર્ણ ખોરાક લેવો જોઈએ. ખોરાક ખુબ જ ચાવીને ખાવાનું ખાસ યાદ રાખવું. (૬) દાંતની દુરસ્તી શરીરને આરોગ્યમય બનાવે છે. દાંતની દુરસ્તી માટે દુધ, લીલાં શાકભાજી, તથા સુર્યપ્રકાશ મદદરૂપ છે. ગળ્યા, મેંદાવાળા તથા વાસી ખોરાક ન ખાવા. દાંતને નિયમિત સારી રીતે સાફ કરવાની ટેવ પાડવી જોઈએ. (૭) માનસિક તાણ, વ્યગ્રતા તથા ઉપાધિ, મનના રોગોની સાથે શારીરિક વ્યાધિઓ પણ લાવે છે. માટે વ્યગ્રતા, શોક, ગ્લાનિ વગેરેથી દેર રહેવું. (૮) વૃદ્ધાવસ્થાના કેટલાંક રોગો જે શરીરના અંગેોના ધસારાના કારણે હોય છે, જેનો કોઈ ઈલાજ નથી હોતો અલબત્ત, અમુક સારવારથી તકલીફોમાં રાહત જરૂર થાય, આવાં ઘડપણના રોગોની તકલીફોથી ટેવાઈ જતાં શીખી જવું, અને શકય હોય તેટલી તકલીફો દુર કરવા તબીબી સલાહ મુજબ દવા લેવી. (૯) રોગો વિરોધી રસીઓનો યોગ્ય ઉપયોગ ઘણાં રોગોને અટકાવે છે માટે સારા આરોગ્ય – કેન્દ્રોમાં મળતી આવી સવલતોનો લાભ લેવો. (૧૦) કોઈપણ રોગની શરૂઆત થાય કે તરત જ તેના માટે પગલા લેવાથી રોગો પ્રાથમિક અવસ્થામાં સહેલાઈથી મટે છે આજે વિસમી સદીનાં અંત ભાગમાં ગામડાઓમાં તો ઠીક, પરંતુ શહેરોમાં પણ આધુનિક તબીબી – શાસ્ત્ર (વિલાયતી – દવા) એટલે કે, એલોપથી બાબત લોકે ઘણી ખોટી માન્યતા ધરાવે છે. હાલ દુનિયાભરમાં સૌથી વધુમાં વધુ ઉપયોગી અને લોક ભોગ્ય દવા શાસ્ત્ર હોય તો તે એલોપથી છે અલબત્ત દરેક વિજ્ઞાનની માફક આધુનિક તબીબી શાસ્ત્રને પણ પોતાની મર્યાદાઓ છે જ, તે પણ પુર્ણ હોવાનો દાવો નથી કરતું જો ક, બીજા તબીબી શાસ્ત્રો જેવા કે, આયુર્વેદિક હોમિયોપેથીક, કુદરતી ઉપચાર, યુનાની એકયુપંકચર વગેરે ખોટા છે. તેમ કહેવાનો આશય નથી. પરંતુ એલોપથી વધુ વ્યાપક અને વધુ ઉપયોગી સાબિત થયું છે. તેમાં બે મત નથી.
રોગની સારવારમાં ઘણીવાર દોરા ધાગા, ઉંટવૈદ વગેરેમાં પુષ્કળ સમય વેઠફાઈ છે અને દર્દી ડોકટર પાસે પહોંચે ત્યારે રોગ ઘણો જ આગળ વધી ગયો હોય છે. કહેવાનો ભાવર્થ એ છે કે, રોગની શરૂઆતથી જ યોગ્ય પગલા લેવા જોઈએ (૧૧) અગાઉ આહાર બાબત વાત કરી, તેવું જ ઉંઘ (નિદ્રા)નું પણ છે. નિદ્રા માપ સરની છતાં ગાઢ હોવી જોઈએ. જે તંદુરસ્તી અને મન દુરસ્તી માટે અતિ આવશ્કય છે. ઓછી ઉંધથી નબસાળ તથા બેચેની વધે છે. એકાગ્રતા ઘટે છે વધુ પડતી ઉંઘ પણ એદી પણુ લાવે છે. યુવાનીમાં સામાન્ય રીતે ૬ થી ૮ કલાકની નિદ્રા પુરતી છે. નાના બાળકો માટે ૧૦ થી ૧ર કલાક અને ઘડપણમાં ૪ થી પ કલાક ઉંધ પુરતી ગણાય જો કે આહાર તથા નિદ્રામાં અન્ય વ્યક્તિ ગત પરિબળો પ્રમાણે ફેરફાર હોઈ શકે. (૧ર) તબીબી સલાહ મુજબ શરીરને માફક આવે તેવી કસરતો નિયમિત રીતે કરવાથી ઘણા રોગોથી બચી શકાય છે. રોગ અટકાવવાના નિયમો ખુબ જ ટુંકમાં વર્ણાવ્યા છે. અન્ય સામાન્ય રોગોને અટકાવવા અને રોગ-મુક્તિ માટે ક્રમવાર માહિતી આપેલ છે.