બાબરા તાલુકા ના વાંડળીયા ગામે શિમ વિસ્તાર માં ઈંગ્લીશ દારૂ નો જથ્થો રાખવા માં આવ્યો હોવાની અમરેલી જીલ્લા એસ ઓ જી પોલીસ ને બાતમી મળતા વાંડળીયા થી હરસદપુર જવાના રસ્તે આવેલી શિમ વાડી માંથી ૨૨ બોટલ ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂ કીમત રૂપિયા ૬૬૦૦ તેમજ બાઈક કીમત રૂપિયા ૨૦,૦૦૦ રેઢું મૂકી અજયભાઇ રામભાઇ ગાંગળીયા મંગળુભાઇ કરશનભાઇ ડેર રહે વાંડળીયા તા.બાબરા નાસી છૂટવા અંગે એઓજી પોલીસ કોન્સ કિશનભાઈ હાડગરડા દ્વારા બાબરા પોલીસ ફરિયાદ આપતા તપાસ હાથ ધરવા માં આવી છે.