પાંચ મૂર્તિના  અને પાંચ જાગતા દેવ છે : રામકૃષ્ણ શાસ્ત્રી

528

પવિત્ર શ્રાવણ માસમાં શિવકુંજ આશ્રમ – જાળિયામાં યજ્ઞો ચાલી રહ્યા છે. તેમાં રામકૃષ્ણ શાસ્ત્રીએ ઉદ્દબોધન કરતા જણાવ્યું કે પાંચ મુર્તિના અને પાંચ જાગતા દેવ છે. ઝીણારમજી બાપુ અને સંતો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી.

વિશવાનંદજી માતાજીના સાનિધ્યમાં જાળિયા ખાતે શિવકુંજ આશ્રમમાં ચાલતા યજ્ઞમાં આજે જાણિતા કથાકાર રામકૃષ્ણ શાસ્ત્રીએ ઉદ્દબોધન કરતાં જણાવ્યું કે પાંચ દેવ મુર્તિના અને પાંચ દેવ જાગતા દેવ છે. ગણપતી, શિવ, વિષ્ણુ, સુર્ય અને અંબાએ પાંચ મુર્તિના દેવ છે. જયારે સુર્ય, ચંદ્ર, પવન, પાણી અને અગ્નિએ પાંચ દેવ જાગતા દેવ છે. અહિં ઝીણારામજી બાપુએ સૌ ભાવિકોને યજ્ઞ જેવા ઉત્સવોમાંથી શીખ લેવા નથા પોતાના ગામજ મંદિરોમાં દર્શન માટે કાયમ જવા ટકોર કરી. પવિત્ર શ્રાવણ માસમાં અહિં વિવિધ યજ્ઞો યોજાયા છે. જેમાં સંતો, મહંતો મહાનુભાવો ભાવપુર્વક દર્શન લાભ લઈ રહ્યા છે.

Previous articleવલભીપુરની કુકડીયા હાઈ.માં વૃક્ષારોપણ
Next articleસ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સિહોર કોંગ્રેસનું વૃક્ષારોપણ