રાજયમાં જમીન માફિયા-પોલીસ અધિકારીઓની મીલીભગતથી જમીન પચાવી પાડવાનાં ષડયંત્ર થઈ રહયા છે – પરેશ ધાનાણી

810
gandhi2722018-4.jpg

રાજયમાં જમીન માફીયા પોલીસ અધિકારીઓની મીલીભગતથી વિધવા-ત્યકતા-ગરીબ અને પછાત પરિવારોની વડીલોપાર્જીત જમીન મિલ્કતો પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહયું હોવાનો આક્ષેપ વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ કયોૃ હતો. રાજયમાં ચાલી રહેલી રિસર્વેની કામગીરી કેટલા દિવસમાં સરકારશ્રી પૂર્ણ કરવા માગે છે, તેનો ચોકકસ સમય નકકી કરવા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં માંગણી કરી હતી.
 ધાનાણીએ ગાંધીનગર અને ડાંગ જીલ્લાનો ઉલ્લેખ કરી વિધાનસભા ગૃહમાં દ્રષ્ટાંત આપતાં જણાવ્યું હતું કે, માપણી સામે નારાજગી અને ખોટી માપણીનાં કારણે ગાંધીનગર જીલ્લામાં ૪૧રર ફરીયાદો થઈ જયારે ડાંગ જીલ્લામાં માત્ર ૧ર ફરિયાદો મળી છે. એવો જવાબ મંત્રી દ્વારા અપાયો છે.
સેટેલાઈટ માપણીની જાણ ખેડૂતોને હોતી નથી. તેની કાચી નોંધ કયારે પડી અને પાકી કયારે પડી તેની ખેડૂતને પ્રમોલગેશન નોટિસો અપાઈ છે પરંતુ અભણ ખેડૂતએ નોટિસ વાંચી શકતા નથી. તે જવાબ પણ આપી શકતા નથી. તે જમીનો પાછળથી વિવાદનું કારણ બને છે. દર પચાસ વર્ષે જમીનનો રિ-સર્વે થાય અનિયમીતતાઓ જે થઈ હોય એ ચોખ્ખી થાય, એવી કાયદામાં જોગવાઈ છે. પણ સેટેલાઈટથી જમીન માપણીની જે પ્રક્રિયા હતી એમાં શેઢાઓ,હદો, વગેરે સ્પષ્ટ થઈ શકયા નથી, જે માપણીની પ્રક્રિયા હતી. એનો મેં પૂરો અભ્યાસ કર્યો છે. મારા કુકાવાવનાં ભાયાવદર ગામમાં બ્લોક સિસ્ટમ હતી અને ત્યાંના સર્વે નંબરો ત્યાં હતા, પરંતુ સેટેલાઈટ માપણીમાં કાટખુણાનાં સર્વે નંબરાોેને આપણે એ નકશામાં બેસાડી શકયા નથી, આ બધું રેકર્ડ મંત્રીએ અભ્યાસ કરવાની જરૂર છે.
સેટેલાઈટનાં આવા રેકર્ડનાં કારણે રાજયમાં વર્ગ વિગ્રહ ફાટી નીકળશે કારણ કે, બે, પાંચ વિધા કે એકર જમીનનો કબજો બીજા પાસે છે. જયાં ખેડૂતો પોતાનાં ભાઈ પાસે સેઢાના પ્રકરણે લડતાં હોય ત્યારે વિધા કે એકર અન્ય પાસે જાય તે કેમ સહન કરી શકે. રાજયમાં ટાઈટલ કલીયરવાળી જમીન આવતા દિવસોમાં જોવા નહી મળે, આ ક્ષતિઓ સુધારવાની તાત્કાલિક જરૂર છે.
 ડાંગની ઓછી ફરિયાદો ખેડૂતો સેટેલાઈટની ક્ષતિઓથી અજાણ છે. તે સાબિત કરે છે. સેટેલાઈટ માપણી અંગે ત્યાં કેટલા ખેડૂતોને નોટિસો પાઠવી તે પૈકી કેટલા ખેડૂતોએ તેનો જવાબ આપ્યો? તેનાથી પણ સ્પષ્ટ થશે કે ખેડૂતોને વાંચતા આવડતું ન હોવાથી અથવા વહીવટી અજ્ઞાનતાથી તે શું છે તેની જ જાણ હોતી નથી. સેટેલાઈટ જમીન માપણીમાં જે વિસંગતતાઓ છે તે વિસંગતતા સરકારે સ્વકારી છે ત્યારે માપણીમાં થયેલ ક્ષતિઓની મેન્યુઅલી તપાસ કરી હદ-નિશાન ખેડૂતોની હાજરીમાં સ્પષ્ટ કરવા જોઈએ.  ધાનાણીએ જમીનોનાં પ્રકરણોમાં સીટની રચના કરવામાં આવી છે તે મુદ્દે વિધાનસભા ગૃહમાં દરમ્યાનગીરી કરતા જણાવ્યું હતું કે, સામાન્ય માણસોની વડીલોપાર્જીત કે સ્વપાર્જિત મિલ્કતોનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે. પરંતુ કાયદાથી અમલવારી નહિં થવાના કારણે આંતકવાદીઓ, જમીન માફિયાઓ અને પોલીસ તંત્રનાં અમુક વ્યકિતઓની મિલી ભગતનાં કારણે સામાન્ય માણસ કોઈ ખેડૂતો હોય,વિધવા કે ત્યકતા બહેનનો કબજો હોય એ જમીનો પચાવી પાડવાનું આખા રાજયમાં એક મોટું ષડયંત્ર ચાલે છે, તેઓએ વડોદરા જીલ્લામાં બે વર્ષ કરતાં વધુ સમયથી કુલ્લ પાંચ ફરિયાદ પડતર પડી છે. આ પ્રકરણ સીટમાં આવ્યું એટલે મંત્રીએ સ્વીકાર્યુ કે ખોટા દસ્તાવેજો કરી પારકી જમીન પચાવી પાડવાનાં આ કેસો હતા. વડોદરા અને આણંદ જીલ્લામાં સીટની અંદર ૧૧૯ ફરિયાદો નોંધાયેલ છે. આ ફરિયાદોનું વહેલી તકે નિરાકરણ થાય અને જવાબદારોને સજા થાય તેવી માંગણી સાથે ઉમેર્યુ હતું કે સીટનાં પ્રકરણોમાં જવાબદાર ઠરનાર કેટલાને જેલમાં પુરવામાં આવ્યા, પરંતુ મંત્રી, પ્રત્યુતર આપી શકયા ન હતા.
 

Previous articleટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ બે ધારાસભ્યો દંડાયા
Next articleજાફરાબાદનાં તમામ ગામનાં સરપંચો સાથે મીટીંગ કરતા ધારાસભ્ય અમરીશભાઈ ડેર