નારી શક્તિ એવોર્ડ ૨૦૧૯ સંદર્ભે રાજકોટમાં દેવીપૂજક સમાજના આગેવાનોની બેઠક મળી

1087

ભારતીય સંસ્કૃતિ અને સમાજજીવનમાં “યત્ર  નાર્યસ્તુ પૂજ્યન્તે,  રમંતે તત્ર દેવતા” આદર્શ અંતર્ગત  સદીઓથી નારી સન્માન નો આદર્શ પ્રસ્થાપિત થયેલો છે .વર્તમાન યુગમા સ્ત્રીઓની અવનતી અને ગૌરવ હનન  પ્રગટ કરતા અનેક કિસ્સાઓ અને ઘટનાઓ થી સમાજજીવન ત્રસ્ત છે ત્યારે તે બાબત નું ગહન ચિંતન રાજકોટ ખાતે નારી શક્તિ એવોર્ડ ૨૦૧૯ સંદર્ભે દેવીપૂજક સમાજના આગેવાનોની બેઠક માં રજુ થયું હતું તેમજ બેઠકનો મુખ્ય હેતુ પણ નારી ગૌરવ તેમજ નારી સશક્તિકરણ ના સંદર્ભમાં હતો.

રાજકોટના ભગવતી પરા ખાતે મળેલ બેઠકમાં ઓલ ઇન્ડિયા દેવીપુજક મહામંડળ ના કન્વીનર અને દેવીપુજક સમાજના પ્રથમ  ધારાશાસ્ત્રી ઉમેશભાઈ સોલંકીએ સમાજ મા સ્ત્રીઓની દયનીય હાલત  અંગે ચિંતા વ્યક્ત કરીને સમાજના કહેવાતા જોષી ઓ દ્વારા સ્ત્રીઓ પર થતા અત્યાચાર અને પજવણી આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. બેઠકમાં બોટાદના ફ્રીલાન્સ જર્નલિસ્ટ વિજયભાઈ સાથલીયા એ નારી સંમેલન અને કાર્યક્રમની રૂપરેખા અને પ્રારૂપ પ્રસ્તુત કર્યું હતું .બેઠકમાં રમેશભાઈ હરિયાણિયા,  ઘનશ્યામભાઈ પરમાર, સુરેશભાઈ ચુડાસમા, રવિભાઈ સોલંકી, ચેતનભાઇ સાથલિયા, અમરભાઈ બહેવાસી, નરેન્દ્ર ભાઈ સોલંકી, સુરેશભાઈ ખાવડીવાળા  ઈત્યાદિ આગેવાનોએ ઉપસ્થિત રહીને નારી ગૌરવ અને નારી મહિમા સંદર્ભે  પોતાની વિચારધારા અને આવશ્યક પગલા રજૂ  કર્યા હતા.

Previous articleરામમંત્ર મંદિરની એકતા શાળામાં શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠના હસ્તે ધ્વજવંદન
Next articleપ્રકૃતિનું તત્વ જલ સેવા કરતા શહીદ થનારને શ્રધ્ધાંજલી અપાઈ