તાજેતરમાં પાણી પુરવઠા સમ્પનુ નિરીક્ષણ કરી ભાવનગર પરત ફરતા ભાવનગર-અમદાવાદ હાઇવે પર ભાવનગરના વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર પી.બી.પટેલ, તેમજ ડ્રાઇવર અસલમ કાલવાનું મૃત્યુ થયેલ જેના અનુસંધાને પાણી પુરવઠા બોર્ડના ભાવનગર, બોટાદ, અમરેલી જીલ્લાના અધિકારી-કર્મચારીઓ, રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તીબેનની ઉપસ્થિતિમાં સદ્દગતના પરિવારજનોની હાજરી માં ’’શ્રધ્ધાંજલી પ્રાર્થનાસભા’’ બ્રહ્માકુમારીઝ સરદારનગર ભાવનગર યોજાયેલ હતી
આ પ્રસંગે સદ્દગત સ્વ.પી.બી.પટેલનો નિખાલસ સ્વભાવ સાદગી ભર્યુજીવન, પ્રમાણિક- નિષ્ઠાવાન અધિકારીની છાપ છોડી ગયેલ છે. ભાવનગર જીલ્લાને પાણી પુરવઠાના પ્રોઝેકટોના અમલીકરણ કરવામાં મહત્વનું યોગદાન આપેલ છે. પ્રકૃતિના તત્વ જળનીસેવા કરતાં શહિદ થયેલછે. પરમાત્માએ આત્માને શાંતિ પ્રદાન કરે એવી અંતરની ભાવાંજલી ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર કે.કે.બોદરે રજુ કરી હતી. આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ સંસ્થા તૃપ્તિબહેને ’’જીવન એટલે જન્મ થી મૃત્યુ વચ્ચેનો સમય’’ સદ્દગતના દેહાંત બાદ પણ મૃત્યુને મહોત્સવ’’ બનાવી ગયેલ છે. રાજયોગ કરી ઉર્જા પ્રદાન કરેલ. આ કાર્યક્રમમાં એસ.આર.ઉદેનીયા કા.ઇ., અમરેલી જી.એન.ચાવડા,કા.ઇ. બોટાદ, પી.જી.મકવાણા, કા.ઇ. વાસ્મો, જી.કે.ચુઘ, કા.ઇ. યાંત્રિક વિભાગ, આ પ્રસંગે વર્તુળ ભાવનગરના તમામ નાયબ કાર્યપાલક ઇજનેર તથા વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિમાં ગાંધીનગર અમદાવાદ ભાવનગર ’’પ્રાર્થના સભા’’ યોજાયેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મુકેશભાઇ જોષીએ કરેલ જયારે કાર્યક્રમને સફળ બનાવવા વર્તુળ કચેરીના ના.કા.ઇ. સૌરભભાઇ શાહ, દર્શક ભટ્ટ હરેશ મંગલસિક્કા, જગદિશ પાઠકે જહેમત ઉઠાવેલ હતી.