પવિત્ર શ્રાવણ માસમાં જન્માષ્ટમીનું અનેરૂ મહત્વ છે શાળાઓમાં પણ બાળકો શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારથી અવગત થાય અને તેનું મહત્વ સમજે તે માટે કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગરૂપે આજે શહેરના નિલમબાગ ખાતે આવેલ સીસ્ટર નિવેદિતા સ્કુલમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે શહેરની પ્રસિધ્ધ સનાતન ધર્મ પ્રાથમિક શાળા ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમા કૃષ્ણ ચરિત્ર અને કુષ્ણ લીલા તેમજ મટકી ફોડ સહિતના નાટક સાથેની ભવ્ય કૃતિ નાના બાળકો દ્વારા રજુ કરવામાં આવી હતી. જેને શાળાના ટ્રસ્ટી સહિત સ્ટાફ અને બાળકોએ નિહાળી હતી. અને કાર્યક્રમ ભાગ લેનાર તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી.