જમનાકુંડ કોમ્યુનિટી હોલ ખાતે જન્માષ્ટમી મહો.ની ઉજવણી કરી

1510

ભાવનગર મહાપાલિકાના આઈસીડીએસની જુદી-જુદી નવેક જેટલી આંગવણાડી કેન્દ્રોના બાળકો દ્વારા જમનાકુંડ કોમ્યુનિટી હોલ ખાતે ૭૭-૧ નંબરની આંગણવાડી કેન્દ્રમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવણીના ભાગરૂપે સુંદર સુશોભિત એક મહત્વપુર્ણ કાર્યક્રમન પુર્વનગરસેવક ભુપતભાઈ દાઠીયાની હાજરીમાં ઉજવાયો હતો. વાલ્મીકી આંગણવાડી કેન્દ્ર હોલમાં કૃષ્ણ જનમાષ્ટમી વિવિધ રંગબેરંગી પોષાકમાં બાળકો તૈયાર થઈ આ ધાર્મિક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી આનંદ વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રના કલ્પનાબેન રાવળ, જલ્પાબેન કનાડા, જસ્મીનબેન, વ્યાસ, કલ્યાણીબેન પટેલ, વર્ષાબેન ત્રિવેદી, ઓઝા વિલાસબેન, નકુમ જયોતિબેન, આશાબેન જોષી અને પ્રિતીબેન પારેખ વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. બાળકોને નાસ્તો અપાયેલ, આમ સંગીત સુરાવલી સાથે કાર્યક્રમની ધામધુમથી ઉજવણી થઈ હતી.

Previous articleવિકાસ કામો માટે ભાવનગર મનપાને રૂપિયા ૫૧.૮૭ કરોડ ગ્રાન્ટ ફાળવાઈ
Next articleઘોઘા તાલુકા કક્ષાનો વન મહોત્સવ