શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમીની આજે મંગળવારે ઉજવણી કરવા સાથે શ્રાવણ માસના સાતમ આઠમના તહેવારોનો આસ્થાભેર પ્રારંભ થયો છે. આજે નાગપંચમીની ઉજવણી નિમિત્તે બહેનોએ વ્રત કરી નાગ દેવતાની પુજા કરી હતી. શહેરના કુંભારવાડા અમરસોસાયટી સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલ શરમાળીયા દાદાના મંદિરોએ મેળા જેવો માહોલ સર્જાયો હતો. બહેનોએ નાગદેવતાની પુજા અર્ચના કરવા સાથે નાગ પંચમીના વ્રતની ઉજવણી કરી હતી.