વેળાવદર ભાલ પંથક પોલીસ પુર્વ બાતમીના આધારે હાઈ-વે પર વોચમાં હતી દરમ્યાન બાતમીવાળી કાર નિકળતા કાર ચાલકે પુરઝડપે ચલાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. જેમાં કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારતા હાઈ-વે પર દારૂની બોટલોની રેલમછેલ થવા પામી હતી. જો કે કાર ચાલકને ઈજા થતા તેને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડાયો હતો.
બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વેળાવદર ભાલ પો.સ્ટે.ના પીએસઆઈ બારને બાતમી મળેલ કે ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ભાવનગર તરફ જવાની છે. જેના આધારે હાઈ-વે પર વોચમાં હતા ત્યારે બાતમી વાળી આરટીગા કાર નં. જી.જે.૦૬ એચએલ ર૮૭૩ નિકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોલીસને જોઈને પુરઝડપે કાર ચલાવતા પીએસઆઈ બાર સહિત પોલીસ સ્ટાફે ફીલમી ઢબે કારનો પીછો કરતા ગણેશગઢ પાસે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કારે પલ્ટી મારતા રસ્તાઓ ઉપર ઈંગ્લીશ દારૂની બોટલોની રેલમછેલ થવા પામી હતી.
પોલીસે કાર ચાલક અશોક બારૈયા ઈજાગ્રસ્ત થયો હોય ૧૦૮ મારફત તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જયારે અન્ય બે શખ્સો આકાશ ઉમેશભાઈ વાજા તથા જેન્તી શંભુભાઈ બારૈયાની ધરપકડ કરી હતી. આ બનાવથી થોડીવાર માટે રસ્તા ઉપર ટ્્રાફિક જામ થવા પામ્યો હતો.