એમટીવીના રિયાલિટી શોમાં વિજેતા બનેલી સાક્ષી પ્રધાન હાલના દિવસોમાં પોતાના સેક્સી અને બોલ્ડ ફોટોના કારણે ભારે ચર્ચામાં છે. હાલમાં તે કેટલાક ખુબ બોલ્ડ ફોટો સોશિયલ મિડિયા પર રજૂ કરી ચુકી છે. આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થતા તે રાતોરાત ચર્ચામાં આવી ગઇ છે. કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. જો કે તેના ફોટાની ચર્ચા ચારે બાજુ છે. મોડલ અને વીજે સાક્ષી પ્રધાન રાતોરાતો સ્ટાર એ વખતે બની ગઇ હતી જ્યારે તે એમટીવીના શોમાં બીજી સિઝનમાં વિજેતા બની હતી. તમામ લોકો જાણે છે કે તે તે વિવાદાસ્પદ શો બિગ બોસ-૪માં પમ ભાગ લઇ ચુકી છે. જ્યારે સાક્ષી બિગ બોસ-૪માં ભાગ લેવા માટે પહોંચી હતી ત્યારે તેના સગર્ભા હોવાના હેવાલ ખુબ પ્રકાશિત થયા હતા. જો કે મોડેથી આ પ્રકારના હેવાલોને રદિયો આપવામાં આવ્યો હતો. સાક્ષીએ કહ્યુ હતુ કે તમામ હેવાલ આધારવગરના છે. સાક્ષી પ્રધાન ફિલ્મોમાં કેટલાક નાના મોટા રોલ કરી ચુકી છે. લક્ષ્મી અને મલ્લિકામાં તે કેમિયો રોલ કરી ચુકી છે. સાક્ષીએ ગુલશન ગ્રોવરની સાથે એક મ્યુઝિક વિડિયો બેડમેનમાં પણ દેખાઇ હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૧૭માં વેબ સિરિઝ રાગિની એમએમએસ મારફતે તે ફિલ્મમાં પ્રવેશી ગઇ હતી. સેક્સી સ્ટાર સાક્ષી ફોટો શેયરિંગ ઇન્સ્ટાગ્રામ પર વધારે સક્રિય રહે છે. તેની સોશિયલ મિડિયા પર ખુબ લોકપ્રિયતા છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૯૧ હજારથી વધારે ફોલોઅર્સ છે. બોલિવુડમાં સારી રોલ કરવા માટે પણ તે પ્રયાસ કરી રહી છે. જો કે તેની પાસે રોલ આવી રહ્યા નથી. પોતાના બોલ્ડ અને સેક્સી ફોટો સોશિયલ મિડિયા પર મુક્યા હોવા છતાં ફાયદો તેને હાલમાં થઇ રહ્યો નથી.