ન્યૂ ઝીલૅન્ડની મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન ઍમી સૅટર્થવેઇટે જાહેરાત કરી છે કે તે પ્રેગનન્ટ છે અને આગામી જાન્યુઆરીમાં પ્રથમ બાળકને જન્મ આપશે. ઍમી ક્રિકેટમાંથી બ્રેક લઈ રહી છે, પણ ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડના નવા નિયમ મુજબ ઍમી વાર્ષિક કૉન્ટ્રૅક્ટ નહીં ગુમાવે અને સગર્ભા ક્રિકેટરો માટેની નવી નીતિ અનુસાર તેને રજાઓ પણ મળશે.
ઍમી સૅટર્થવેઇટ અને તેની જ સાથી-ક્રિકેટર લીઆ તાહુહુ લેસ્બિયન-દંપતી છે. તેઓ ૧૦ વર્ષથી એકમેકને ઓળખતા હતા અને ૨૦૧૭ની સાલમાં તેમણે મૅરેજ કર્યા હતા. ઍમીએ જાહેર કર્યું છે કે તે તેની પત્ની લીઆથી સગર્ભા થઈ છે અને તેમના પહેલા બાળકને જન્મ આપવા પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ કાળજી રાખે છે.સામાન્ય રીતે લેસ્બિયન દંપતીમાંથી કોઈ એક પાર્ટનર વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) પદ્ધતિ દ્વારા બાળકને જન્મ આપી શકે. આ પદ્ધતિમાં કોઈ અજાણ્યા સ્પર્મ-ડૉનરના વીર્યને આ દંપતીમાંથી કોઈ એક મહિલાના ગર્ભમાં ઉતારવામાં આવે છે. જેને પગલે તે ગર્ભવતી બને છે. ઍમીએ એક મુલાકાતમાં કહ્યું છે, ‘૨૦૨૧નો વર્લ્ડ કપ અમારા દેશમાં જ રમાવાનો છે અને ત્યાં સુધીમાં હું પાછી રમતી થઈ જઈશ. હું અને મારી સ્ત્રી-પાર્ટનર લીઆ અમારાં પ્રથમ સંતાનની રાહ જોઈ રહ્યાં છીએ. અમારી જિંદગીનો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે.’