શેરબજારમાં આજે ભારે મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. બેકિંગ શેરમાં નબળાઇ જોવા મળી હતી. કારોબારના અંતે સેેસેક્સ ૨૬૮ પોઇન્ટ ઘટીને ૩૭૦૬૦ની નીચી સપાટી પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ ખાતે નિફ્ટી ૯૮ પોઇન્ટ ઘટીને ૧૦૯૧૯ની સપાટી પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાનના કારોબારમાં સેંસેક્સ ૩૭૪૦૬ની ઉંચી સપાટી પર અને ૩૭૦૨૨ની નીચી સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૧૧૦૩૪ની ઉંચી સપાટી પર અને ૧૦૯૦૬ની નીચી સપાટી પર રહ્યો હતો. બીએસઇની આઠ કંપનીઓના શેરમાં તેજી રહી હતી. જ્યારે ૨૨ શેરમાં મંદી રહી હતી. એનએસઇમાં ૧૧ કંપનીના શેરમાં લેવાલી જામી હતી. આવી જ રીતે ૩૯ કંપનીઓના શેરમાં વેચવાલી રહી હતી. શેરબજારમાં અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે સરકાર દ્વારા કોઇ પેકેજ જાહેર કરવામાં આવશે તેને લઇને આશા રહી હતી પરંતુ કોઇ સ્ટીમ્યુલસ પેકેજ ન દેખાતા મંદીનું મોજુ ફરી વળ્યું છે. ડોલર સામે રૂપિયામાં પણ અફડાતફડી રહી હતી. વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનાના પ્રથમ હાફમાં મૂડી માર્કેટમાંથી નેટ આધાર પર ૮૩૧૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ ભારતીય માર્કેટમાંથી જંગી નાણાં પાછા ખેંચવાનો સિલસિલો જારી રહ્યો છે. એફપીઆઈ ટેક્સ અને ગ્લોબલ ટ્રેડ ચિંતાને લઇને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે જેના કારણે વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. ડિપોઝિટરી ડેટાના જણાવ્યા મુજબ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૧-૧૬મી ઓગસ્ટના ગાળા દરમિયાન નેટ આધાર પર ૧૦૪૧૬.૨૫ કરોડ રૂપિયાની ઇક્વિટીનું વેચાણ કર્યું છે.મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૭૪ પોઇન્ટ ઘટીને ૩૭૩૨૮ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટીમાં ૩૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૦૧૭ રહી હતી. એનએસઈમાં ૧૧ કંપનીઓના શેરમાં લેવાલી રહી હતી. બીએસસીમાં હિરોમોટોના શેરમાં સૌથી વધુ ૧.૭૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઈન્ફોસિસના શેરમાં ૦.૮૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. બજાજ ઓટોના શેરમાં ૦.૬૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એનએસસીમાં હિરોમોટોના શેરમાં ૧.૬૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એનએસસીમાં ટાટા મોટર્સના શેરમાં ૯.૨૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.