ચીન અને પશ્વિમ એશિયન દેશોમાં હિરાની માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. આનાથી ચાલુ નાણાંકીય વર્ષના શરૂઆતી ચાર મહિનામાં ગુજરાતના ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કારોબારમાં ૧૦-૧૫ ટકા સુધી નોકરી જતી રહી છે. માંગમાં મંદીથી છેલ્લા ચાર મહિનાના પોલિશ્ડ ડાયમંડના ભાવ ૬ થી ૧૦ ટકા સુધી ઘટી ગયા છે. ઇંડસ્ટ્રીના કહેવા મુજબ હાલમાં માંગ વધવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉંસિલના વાઈસ ચેરમેન કોલિન શાહે કહ્યું છે કે, પહેલાથી ગુજરાતના ડાયમંડ હબમાં ૧૫ ટકા સુધી નોકરી જતી રહી છે. આની અસર રાજ્યના સુરત, અમરેલીના નાના કેન્દ્રો અને ભાવનગર પર થઈ છે. વૈશ્વિક માંગમાં મંદીના પરિણા સ્વરૂપે રોકડની કમીના લીધે વેપાર પર અસર થઈ છે. અમેરિકા અને યુરોપથી માંગમાં સ્થિરતા રહેલી છે પરંતુ એક મોટા બજાર ગણાતા ચીનમાંથી માંગ ૧૫ ટકા સુધી ઘટી ગઈ છે. અખાતના દેશોમાંથી પણ ડાયમંડની માંગ આવી રહી નથી. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધના લીધે ભારતીય ડાયમંડ કારોબારની ચમક ઘટી ગઈ છે. જુલાઈ મહિનામાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ છેલ્લા વર્ષની સરખામણીમાં ૧૮.૧૫ ટકા ઓછી રહી છે. ચાલુ નાણાંકીય વર્ષમાં શરૂઆતના ચાર મહિનામાં નિકાસમાં ૧૫ ટકાથી વધુનુ ઘટાડો થયો છે. કુલ નિકાસમા ૬.૬૭ ટકાનો ઘટાડો થયો છે. ગુજરાતમાં હિરા કારોબારથી ૨૦ લાખ લોકોને રાજગારી મળેલી છે. આમાંથી આઠ લાખ લોકો રફ હિરાના કટિંગમાં અને પોલિશિંગમાં કામ કરે છે. ભારત દુનિયામાં રફ ડાયમંડના કટિંગ અને પોલિશિંગમાં સૌથી મોટા કેન્દ્ર તરીકે છે.