હાલમાં સરખેજથી ચિલોડા સુધીનો હાઇવે છ માર્ગીય કરવા માટેનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આગામી પંદરથી સોળ મહિનામાં આ કામ પૂર્ણ થઇ જાય તેવી ગણતરી છે. સમગ્ર પ્રોજેક્ટ પાછળ ૭૫૦ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ થવાનો છે.
ટ્રાફિકથી ધમધમતા રહેતા અમદાવાદના એસ.જી.હાઈવેથી ગાંધીનગરનું અંતર લગભગ ૩૦ કિલોમીટર જેટલું છે હાલમાં ખૂબ ટ્રાફિક રહેતો હોવાથી સરખેજ થી ગાંધીનગર પહોંચતા એકથી સવા કલાકનો સમય જાય છે. આ સમય ઘટાડવા માટે સરખેજ થી ચિલોડા સુધીના માર્ગને ૬ વે રોડ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
આ આ વર્ષની શરૂઆતમાં જ એટલે કે ફેબ્રુઆરીમાં ૪૪ કિલોમીટરની લંબાઇના રોડને પહોળો કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. માર્ગ મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા જણાવે છે કે ૨૦૨૦ના અંત સુધીમાં આ પ્રોજેક્ટનું કામ લગભગ પૂરું કરી દેવામાં આવશે તેઓએ જણાવ્યુ કે સરખેજ થી ગાંધીનગર સુધીમાં જ ૮ ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
આ તમામ બિઝનેસમાં સૌથી મહત્વનો બ્રિજ હાઈકોર્ટ પાસે બનશે. સોલા ભાગવત ચાર રસ્તાથી આ ઓવર બીજ શરૂ થશે. જે થલતેજ ચાર રસ્તા સુધી ઉતારવામાં આવશે. આ બ્રિજ લગભગ ચાર કિલોમીટર લાંબો હશે ઉપરાંત સાણંદ ચાર રસ્તા તથા પકવાન ચાર રસ્તા અને વૈષ્ણોદેવી સર્કલ ઉપર ઓવરબ્રિજ બનશે ત્યારબાદ કન્ટેનર ડેપો પાસે તેમજ ઉવારસદ ચોકડી અને ઇન્ફોસિટી ચાર રસ્તા તથા સરગાસણ ચાર રસ્તા ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન ખાતાના મંત્રી નીતિન પટેલે પણ આ પ્રોજેક્ટના સંદર્ભમાં જણાવ્યું કે સરખેજ થી ચિલોડા સુધીનો હાઈવે છ વાગ્યે બની ગયા બાદ અમદાવાદથી ગાંધીનગરનું અંતર કાપવામાં માત્ર ૨૫થી ૩૦ મિનિટનો સમય લાગશે, કારણકે ૪૪ કિલોમીટરના આ હાઇવેની વચ્ચે એક પણ ચાર રસ્તા આવશે નહીં એટલે કે આ ૪૪ કિલોમીટરના હાઇ-વે પર એક પણ ટ્રાફિક સિગ્નલ રાખવામાં નહીં આવે અને અમદાવાદથી ગાંધીનગર જવાનું અત્યંત સરળ બનશે.