દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો પરિવહન બાબતે કાયમી પછાત છે અપૂરતી સુવિધાના કારણે મજબૂરી વશ ભારવાહક વાહનોમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓની જિંદગી દાવ પર લાગે છે. માર્ગ સલામતી સપ્તાહો ટ્રાફિક નિયમનના નામે વ્યવસ્થા તંત્ર છે પણ ઉંચી અંતરશુદ્ધિ ક્યાં ? બિલાડના ટોપ જેમ ફૂટી નીકળેલ એજન્ટ પ્રથાઓના માધ્યમથી વાહન ચાલકોને લાયસન્સ આપી કોઈ માર્ગ સંકેતના જ્ઞાનભાન કે પ્રશિક્ષણ વર્ગ વગર માત્ર મામુલી લાલચના કારણે ઘણુ અનર્થ પરિણામ આવતા હોય છે લાઠી તાલુકામાં બેફામ દોડતા ડમ્પરો કયાનું પાસિંગ છે ? કોઈ પણ વાહન વહેવાર કચેરીમાં નોંધાયા વગરમાં માતેલા સાંઢ જેમ દોડતા ડમ્પરો વિશે તંત્રની કોઈ જવાબદારી ખરી ? લાઠી તાલુકામાં સ્ટોન ઉદ્યોગ માટે હજારોની સંખ્યામાં દોડતા ડમ્પરોના પાસિંગ રજીસ્ટેશન લોડ ઓવર લોડ જેવા નિયમોનું પાલન થશે તે સૌથી મોટો સવાલ છે.