બીટકોઇન કેસ : આરોપી શૈલેષ ભટ્ટે સાળીને ધમકી આપી હોવાનો આક્ષેપ

519

રાજ્યના બહુ ચર્ચિત બીટકોઇન કૌભાંડમાં એક નવો ફણગો ફૂટ્યો છે. બીટકોઇન કેસના આરોપી શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આક્ષેપ કર્યો હતો કે મને આ કેસના આરોપીઓએ ધમકી આપી છે. નિશા ગોંડલિયાએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓની ધમકીથી કંટાળીને મેં સ્યૂસાઇડનો પ્રયાસ કર્યો હતો. આ કેસના આરોપી શૈલેષ ભટ્ટના સાળી નિશા ગોંડલિયાએ અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું હતું, “ બનેવી હોવાના નાતે તેમણે મને આ કેસમાં પોતે નિર્દોષ હોવાની વાત કરી હતી અને એક મોબાઇલ સાચવવા આપ્યો હતો. શૈલેષ ભટ્ટે મને કહ્યું હતું કે આ મોબાઇલમાં મારી નિર્દોષતાના પુરાવા છે. જોકે, બાદમાં મને જાણ થઈ કે એ આરોપી છે. આ કેસમાં જામનગરના જયેશ પટેલ નામના વ્યક્તિએ મારી પાસેથી તેમના મિત્રએ જામનગરથી મારી પાસેથી આ ફોન લઈ લીધો હતો. જોકે, બાદમાં શૈલેષ ભટ્ટે મને એવું કહ્યું કે આ ફોનમાં મારો બીટકોઇન હતા. આમ મારા બનેવીએ મને અંધારા રાખી અને ફોન આપ્યો હતો. આ મામલે શૈલેષ ભટ્ટે મને ધમકી આપી હતી.  આ મામલે નિશા ગોંડલિયાએ આક્ષેપ કર્યો છે કે શૈલેષ ભટ્ટના મિત્ર જયેશ પટેલે મને જાનથી મારી નાખવાની ધમકી છે. નિશા ગોંડલિયાના દાવા મુજબ તેમણે જયેશ પટેલની વિરુદ્ધ દુબઈ પોલીસમાં ફરિયાદ કરી છે. આ સમગ્ર મામલે નિશા ગોંડલિયાના જણાવ્યા મુજબ તેણે ડીજીપી આશિષ ભાટીયા, હિમાંશુ શુક્લ અને ડી.વાય. એસ.પી. પીરોજીયાને ફરિયાદ કરી હતી. નિશા ગોંડલિયાએ આરોપીઓ સામે તેમને અંધારામાં રાખી આ સમગ્ર કૌભાંડમાં તેમનો દુરઉપયોગ કર્યો હોવાની ફરિયાદ કરી છે.

Previous articleઉત્તરપ્રદેશ : યોગી કેબિનેટનુ વિસ્તરણ, ૧૮ નવા ઇન થયા
Next articleબેઝિક વેલ્ડિંગ કોર્સ પર ૧૮ ટકા જીએસટીને લઇ વિરોધ