કેન્દ્ર સરકાર ઘણાં વર્ષોથી ગેટ-ફ્રી દેશ બનાવવા તરફ કામ કરી રહી છે, હાલમાં ઘણાં રેલ્વે ક્રોસિંગ્સ પર અન્ડરબ્રીજ બનાવે છે. પરંતુ હજી એટલા રેલ્વે ફાટક બધો છે, જ્યાં કોઈ અન્ડરબ્રીજ નથી, જેનું કામ હવે ગુજરાત સરકાર કરશે. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ચેક વિતરણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, હવે ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું છે, જેના પર હાલમાં રૂપાણી સરકાર કાર્યરત છે. રેલ્વે ફાટકની વાત કરીએ તો અમદાવાદના રાણીપ રેલ્વે ક્રોસિંગ પર અવારનવાર મોતની ઘટનાઓ બનતી હતી, પરંતુ હાલમાં સરકારે ત્યાં અન્ડરબ્રીજ બનાવ્યા છે. જેના કારણે ઘટનાઓમાં ઘટાડો થયો છે. પરંતુ અમદાવાદના લોકો હજી પણ અન્ય રેલ્વે ફાટક પર પુલ, અથવા અંડરબ્રીજ બનાવાની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ રેલ્વેના મીડિયા પ્રવકતા પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે હાલમાં અમે માનવરહિત ક્રોસિંગનું કામ પૂર્ણ કરી રહ્યા છીએ. પરંતુ માનવરહિત ક્રોસિંગનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાનું છે, જેમાં અમે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા મોટી ટ્રેક લાઇનના ક્રોસિંગ પર અંડરપાસ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ઘણા સ્થળોએ સરકાર દ્વારા દ્વાર પુલો બનાવવામાં આવ્યા છે જે નગરના વિકાસ અને વિકાસની ગતિમાં મદદરૂપ થાય છે. જેનાથી દર રોજ બનતી મોતની ઘટના અટકશે. અને અમદાવાદના લોકો ચિંતા વિના ક્રોસિંગ ક્રોસ કરી શકશે.
ગુજરાતના રેલ્વે ક્રોસિંગ ઉપર પુલ, અંડરબ્રીજ બનાવવાની કામગીરીથી ગુજરાતના લોકોને સૌથી વધુ ફાયદો થશે. અંડરપાસને લીધે, લોકો ટ્રાફિક વિના જ અવર-જવર કરી શકશે. અંડરપાસ બન્યા પછી, લોકોએ રેલ્વે ફાટક ઉપર જવા માટે રાહ જોવી પડશે નહીં. લોકો સરળતા થી પ્રવાસ કરી શકશે. હાલમાં જ્યાં ક્રોસિંગ બંધ છે ત્યાં લોકો ટ્રેનની પસાર થવાની રાહ જોતા હોય છે. અને જયારે ટ્રેન પસાર થઇ જાયે પછી નીકળવાનું વિચારે છે. અંડરબ્રીજ બન્યા પછી લોકો અવર-જવર કરી શકશે. પરંતુ ગુજરાતના ઘણાં રેલ ફાટક હજી નિર્માણાધીન છે. જેનું કામ હવે ગુજરાત સરકાર કરવામાં મદદ રૂપ થશે.