બોટાદ જીલ્લાના રાણપુરમાં મનુભાઈ આ શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સ્કુલના બાળકો દ્વારા કાનુડો અને રાધા બની ને મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો.સંસ્થાના ના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,આચાર્ય વિણાબેન સોલંકી તથા શિક્ષક સ્ટાફ દ્વારા આ મટકી ફોડ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સ્કુલના બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.