શિશુવિહાર સંસ્થામાં દર વર્ષની પરંપરા મુજબ સ્વાતંત્ર્યપર્વ નિમિતતે ક્રિડાગણ બાળકો દ્વારા સ્વાતંત્ર્યદિનની ઉજવણી રાષ્ટ્રીય વંદના સાંસ્કૃતિક કાર્યક્રમ તા. ૧૭ ઓગષ્ટના રોજ યોજવામાં આવેલ. જેમાં બાળકોએ સ્વ. રીતે કાર્યક્રમ તૈયાર કરી રજુ કરવામાં આવેલ. તેમાં ૪પ બાળકોએ ઉત્સાહપુર્વક ભાગ ભજવેલ. તે ઉપરાંત શિશુવિહારમાં ચાલતા ગીત-સંગીતના કાર્યક્રમના વિવિધ ગ્રુપના કલાકારોએ પણ પોતાના અવાજની પહેચાનથી કાર્યક્રમમાં સ્વર મેળવીને કાર્યક્રમમાં રંગ જમાવ્યો હતો. તેમજ સંસ્થાના બાલમંદિરના અનુભવવર્ગના બહેનોએ પોતાની કૃતિ રજુ કરેલ. આ કાર્યક્રમમાં એગ્રોસેલના સાઈટ હેડ ડો. મુકેશભાઈ પંડયા, રોબટભાઈ, નિર્મળભાઈ વકિલ, ઈન્દિરાબહેન ભટ્ટ તથા હરેશભાઈ ભટ્ટના વરદ હસ્તે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ.