આપણુ હિન્દુ પંચાગ દુનિયાનું સૌથી પ્રાચીન અને શ્રેષ્ટ પંચાગ છે જયારે દુરબીનની શોધ ન હતી. થઈ ત્યારે પણ આપણે તિથિવાર નક્ષત્ર જાણી શકતા હતા જે આપણા ઋષી મુની ઓનાતપ અને અવલોકનને આભારી છે. આપણુ હિન્દુ પચાંગ સુર્યોદય પ્રમાણે ચાલે છે અને સિંધો સંબંધ આકાશ સાથે ધરાવે છે. દાઃખ તારીખે જયારે પુનમ હોય ત્યારે આકાશ મા પુર્ણ ચંદ્ર હોય જ છે. પરંતુ અંગ્રેજી પંચાગમાં આવુ કાઈ શકય નથી તે સળંગ ચાલે છે. આપણા તહેવારનું સાંજનું મહત્વ હોય તે સાંજે જે તિથિ હોય તે લેવામાં આવે છે. જેમાં સવારનું મહત્વ હોય તો સવારના ભાગની તિથિ જયારેહ ોય તે દિવસ લેવામાં આવે છે આમ આ પ્રમાણે જોતા શિતળા સાતમ ગુરૂવારે ગણાય કારણ ગુરૂવારે છઠ્ઠ તિથિ સવારના ૭-૦૭ કલાક શુધી જ છે ત્યારે બાદ સાતમ તિથિ બેશી જાય છે આથી તા. રર-૮-૧૯ દિવસે સવારે ૭-૦૭ કલાક સુધી જ છઠ્ઠ તિથિ છે. ત્યારબાદ આખો દિવસ સાતમ તિથિ રહેશે આથી ગુજરાતના મુખ્ય પંચાગોના આધારે અને જયોતિષ શાસ્ત્રના નિયમના આધારે શીતળા સાતમ ગુરૂવારે મનાવી.
આમ જોઈએ તો સાતમ આઠમનો તહેવાર પાંચ દિવસનો ગણાય બોળચોથથી આઠમ સુધી પરંતુ સૌથી વધારે મહત્વ સાતમ આઠમનું ગણાય છે. શિતળા માતાજીના પુજનનો દિવસ એટલે શિતળા સાતમ શિતળા માતાજી શાંતિ અને ઠંડકના દેવી છે. શિતળા માતાજીની પુજા ઉપાસના કરવાથી ઘરમાં શાંતિની પ્રાપ્તિ થાય છે. શિતળા માતાજીની પુજા કરવાથી નાના બાળકોનું આરોગ્ય સારૂ રહે છે. પુજનઃ સવારે નિતય કર્મ કરી અને ચુલ્લા અને અથવા તો ગેશનું પુજન કરવું ત્યાર બાદ મંદિર જઈ અને શ્રીફળ વધેરી અને માતાજીની કુલેર અર્પણ કરવી ધરાવી પ્રાર્થના કરાવી અમારા જીવનમાં શિતળતા શાંતિની પ્રાપ્તિ થાય આ દિવસે ચુલ્લો સળગાવો નહિ ટાઢુ ભોજન કરવુ તથા શિતળા સાતમના દિવસે ખેડુતોએ પોતાના આથરનું પુજન કરવું પણ ઉત્તમ છે.
– શાસ્ત્રી રાદીપ જોષી