૧૫ મી ઓગસ્ટને અનુલક્ષીને ૭૩ માં સ્વાતંત્ર પર્વ ની ધી શિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સંસ્થાના પ્રમુખ નવીનચંદ્ર જે મહેતા ના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યુ સ્કૂલના પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય મીનાક્ષીબેન ભટ્ટ ના વરદ હસ્તે ધ્વજવંદન કરાયેલ આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રીઓ અશ્વિનભાઈ ગોરડીયા ભરત મલુકા ગવર્નિંગ કાઉન્સિલ ના સભ્ય ધનસુખભાઈ માળી દિનેશભાઇ દુધેલા વિનુભાઈ સોની કોંગ્રેસ શહેર પ્રમુખ જયદીપસિંહ ગોહિલ બંને સ્કૂલ ના શિક્ષકો અને શિક્ષિકાઓ ઓફિસ સ્ટાફ આમંત્રિત મહેમાનો એનસીસી ઇકો કલબ હજજ અને બાસ્કેટ બોલ ટેબલ ટેનિસ ની ટિમ ના સભ્યો હાજર રહેલા બન્ને સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી ગુજરાતી ના વ્યક્તવ્યો આપેલ દેશ ભક્તિગીત અને માઇમ દ્વારા મનોરંજન પુરૂપડેલ સંસ્થા દ્વારા બેસ્ટ સ્ટુડન્ટ ૨૦૧૮/૧૯ ની જાહેરાત કરી વિદ્યાર્થીની અને તેના વાલી સાથે પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવેલ સ્વતંત્રપર્વ ને અનુલક્ષી ને યોજાયેલ અલગ અલગ હરિફાઈઓ ના ઇનામો જાહેર કરેલ ઉચ્ચ માધ્યમિક વિભાગ ના ગ્રાહક ભંડાર દ્વારા દરેક બિલ્ડીંગ મા ગોઠવવામાં આવેલ માઇક સિસ્ટમ નુ પ્રમુખ દ્વારા ઉદઘાટન કરવામા આવેલ મીનાક્ષીબેન ભટ્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામા આવેલ અશ્વિનભાઈ ભરતભાઈ અને પ્રમુખ બાબાકાકા એ પ્રાસંગીક ઉદબોધન કરેલ નવનિયુક્ત આચાર્યા અમિષાબેન પટેલે આભારવિધિ કરેલ ધ્વજવંદનની વિધિ પીટી શિક્ષિકા પ્રીતિકાબેન અને સરોજબેને કરાવેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ એ કરેલ.